ગરવી તાકાત પાટણ : પાટણ શહેરમાં ટ્રાફિક નિયમોનું પાલન સુનિશ્ચિત કરવા અને ગુનાહિત પ્રવૃત્તિઓ પર અંકુશ મેળવવાના હેતુથી પોલીસ તંત્ર દ્વારા સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું પાટણ બી ડિવિઝન પોલીસે બગવાડા દરવાજા વિસ્તારમાં ખાસ ટ્રાફિક ડ્રાઇવ યોજી નિયમોનો ભંગ કરનારા વાહનચાલકો સામે કડક કાર્યવાહી કરી શહેરના વ્યસ્ત ગણાતા બગવાડા દરવાજા વિસ્તારમાં બી ડિવિઝન પોલીસ દ્વારા આ ટ્રાફિક ડ્રાઇવનું આયોજન કરાયું.

પાટણ બી ડિવિઝનના પોલીસ ઇન્સ્પેક્ટર નીરવ શાહની સીધી દેખરેખ હેઠળ પોલીસ સ્ટાફે બગવાડા દરવાજા ખાતે વાહન ચેકિંગ હાથ ધર્યું આ ડ્રાઇવ દરમિયાન ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરતા વાહનચાલકો સામે કાર્યવાહી કરવામાં આવી કારના કાચ પર બ્લેક ફિલ્મ લગાવેલી ગાડીઓ નંબર પ્લેટ વગરના અથવા શંકાસ્પદ વાહનો.
![]()
ડ્રાઇવિંગ લાયસન્સ વગર વાહન ચલાવતા ચાલકો તેમજ મોટરસાયકલ પર ત્રણ સવારી જતા વાહનચાલકોને સ્થળ પર જ રોકી દંડ મેમો ફટકારવામાં આવ્યા પોલીસની આ અચાનક અને કડક કાર્યવાહીને પગલે નિયમોનું ઉલ્લંઘન કરીને ફરતા વાહનચાલકોમાં ફફડાટ વ્યાપી ગયો પોલીસ વિભાગ દ્વારા સંકેત આપવામાં આવ્યા કે આગામી સમયમાં પણ ટ્રાફિક નિયમન જળવાઈ રહે તે માટે આવી ઝુંબેશ ચાલુ રહેશે.


