પાટણ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે વિવિધ સંગઠનાત્મક કાર્યક્રમો અને પ્રશિક્ષણ વર્ગના આયોજન અંગે પાટણ તાલુકા ભાજપની સમીક્ષા બેઠક યોજાઈ

June 13, 2026

ગરવી તાકાત પાટણ : પાટણ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે પાટણ તાલુકા ભાજપની સમીક્ષા બેઠક યોજાઈ આ બેઠકમાં આગામી સમયમાં યોજાનારા વિવિધ સંગઠનાત્મક કાર્યક્રમો અને પ્રશિક્ષણ વર્ગના આયોજન અંગે ચર્ચા કરવામાં આવી જિલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઈ સિંધવના અધ્યક્ષસ્થાને મળેલી બેઠકમાં જિલ્લા પ્રભારી સત્યેન કુલાબકરે આગામી કાર્યક્રમોની વિગતવાર માહિતી આપી આ કાર્યક્રમોમાં પ્રગતિ પથ યાત્રા વિશેષ જનસંપર્ક અભિયાન જેમાં 500 પ્રતિષ્ઠિત નાગરિકોની રૂબરૂ મુલાકાત લેવાશે.

સરકારની સિદ્ધિઓને ઉજાગર કરતી ત્રણ દિવસીય પ્રદર્શનીનો સમાવેશ થાય આ ઉપરાંત પ્રબુદ્ધ નાગરિકો માટે વિકસિત ભારત સંકલ્પ સંમેલન જનતાની સમસ્યાઓના સ્થળ પર નિકાલ માટે જનકલ્યાણ શિબિર સેવાસેતુ ખેડૂતો માટે જિલ્લા સ્તરે પ્રાકૃતિક ખેતી કાર્યશાળા 21મી જૂને વિશ્વ યોગ દિવસની ભવ્ય ઉજવણી જેવા કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવશે.

આ બેઠકમાં જિલ્લા મહામંત્રી સંજયભાઇ પટેલ અને બાબુજી ઠાકોર તાલુકા પ્રમુખ રાહુલભાઈ પટેલ જિલ્લા મંત્રી નિકુલભાઈ પટેલ તાલુકા પ્રભારી દિલીપભાઈ જોશી સહિત જિલ્લા તાલુકા પંચાયતના સદસ્યો હોદ્દેદારો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા કાર્યક્રમનું સફળ સંચાલન તાલુકા ભાજપ મહામંત્રી દિલીપભાઇ દેસાઈએ કર્યું.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0