ગરવી તાકાત બનાસકાંઠા : થરાદ પોલીસે વાંતડાઉ ભારતમાલા રોડ પર વાહન ચેકિંગ દરમિયાન મોટી કાર્યવાહી કરી એક સ્વિફ્ટ કારમાંથી પ્રતિબંધિત મેફેડ્રોન MD ડ્રગ્સ સાથે ત્રણ આરોપીઓને ઝડપી પાડી કુલ રૂ. 3,37,110નો મુદ્દામાલ જપ્ત કર્યો થરાદ પોલીસ દ્વારા વાંતડાઉ ભારતમાલા રોડ પર સઘન વાહન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું આ દરમિયાન એક સ્વિફ્ટ કાર શંકાસ્પદ જણાતા તેને રોકવામાં આવી કારની તપાસ કરતા તેમાંથી કોઈપણ પાસ-પરમિટ વગર રાખવામાં આવેલ 32.37 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ મળી આવ્યું.

પોલીસે ડ્રગ્સ ઉપરાંત ત્રણ મોબાઈલ ફોન સ્વિફ્ટ કાર અને અન્ય જરૂરી દસ્તાવેજો સહિત કુલ રૂ. 3.37 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો ઝડપાયેલા આરોપીઓની ઓળખ મહંમદ સાજીદ સાકીર હુસેન યુસુફભાઈ અને ભરતભાઈ ઓમપ્રકાશ સોલંકી તરીકે થઈ આ ત્રણેય આરોપીઓ ગાંધીધામ કચ્છના રહેવાસી હોવાનું જાણવા મળ્યું આરોપીઓ સામે એન.ડી.પી.એસ. એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી.

પોલીસ હવે ડ્રગ્સનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો અને તેને કોને સપ્લાય કરવાનો તે અંગે વધુ તપાસ ચલાવી રહી ગુજરાત સરકારની ઝીરો ટોલરન્સ નીતિ અંતર્ગત થરાદ પોલીસ દ્વારા કરવામાં આવેલી આ કાર્યવાહી ડ્રગ્સના કાળા કારોબાર સામે એક મોટી સફળતા માનવામાં આવે સરહદી વિસ્તારમાં નશીલા પદાર્થોના વેચાણ અને હેરાફેરીને રોકવા પોલીસ સતત સઘન કાર્યવાહી કરી રહી.


