ગરવી તાકાત મહેસાણા : વિસનગર તાલુકાના પુદગામમાં એક મહિલાએ યુવકને જાતિવિષયક અપશબ્દો કહી ધારીયા વડે હુમલો કર્યો આ હુમલામાં યુવકને કપાળના ભાગે ઈજા પહોંચી જેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો પોલીસે આ મામલે એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી પુદગામના સેનમાવાસમાં રહેતા ૩૫ વર્ષીય જગદીશકુમાર માધાભાઈ સેનમા તેમના પિતા સાથે ગામમાં કડિયાકામ કરવા ગયા કામ પૂરું થયા બાદ તેઓ ઠાકોર કિરણજી બાબરજીના ઘરની આગળ ઓજારો મૂકવા ઊભા જ્યાં કિરણજી અને તેમના પરિવાર સાથે મજૂરી બાબતે વાતચીત ચાલી રહી.

આ વાતચીત દરમિયાન ગામના જ ઠાકોર તારાબેન વિરાજી હાથમાં ધારીયું લઈને ત્યાં આવ્યા તેમણે જગદીશકુમારને જાતિવિષયક અપમાનજનક શબ્દો કહ્યા અને ઉશ્કેરાઈને જણાવ્યું મારા દીકરાની પત્ની દોઢ માસ અગાઉથી ઘરેથી નીકળી ગયેલ જે બાબતે તું કંઈક જાણે તું મારી વહુને શોધી લાવ જગદીશકુમારે અપશબ્દો બોલવાની ના પાડતાં જ તારાબેન વધુ ઉશ્કેરાઈ ગયા તેમણે હાથમાંનું ધારીયું ઉગામતા જગદીશકુમાર સહેજ ખસી ગયા પરંતુ ધારીયાની અણી તેમની જમણી આંખની ઉપર કપાળના ભાગે વાગી જતાં તેમને ઈજા પહોંચી.

મહિલા ફરીથી ધારીયું મારવા જતાં હાજર રહેલા જગદીશકુમારના પિતા માધાભાઈ, કિરણજી ઠાકોર અને મુકેશજી ઠાકોરે વચ્ચે પડીને ધારીયું પકડી લીધું અને મહિલાને દૂર લઈ ગયા ત્યાંથી જતાં-જતાં તારાબેને જગદીશકુમારને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી આ ઘટના બાદ ઘાયલ યુવકને તાત્કાલિક વિસનગર સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યો જગદીશકુમારે વિસનગર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ઠાકોર તારાબેન વીરાજી વિરુદ્ધ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી.


