ગરવી તાકાત હિંમતનગર : હિંમતનગરમાં મોતીપુરા વિસ્તારની એવન સોસાયટી રોડ પરથી વિદેશી દારૂ ભરેલી એક કાર ઝડપાઈ સાબરકાંઠા LCBએ બાતમીના આધારે આ કાર્યવાહી કરી ગાંભોઈના એક શખ્સની અટકાયત કરી પોલીસે ₹1.88 લાખનો દારૂ અને કાર સહિત કુલ ₹4.43 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો LCBના PI ડી.સી. સાકરીયાએ જણાવ્યું LCB સ્ટાફ એ-ડિવિઝન પોલીસ સ્ટેશનની હદમાં વાહન ચેકિંગ કરી રહ્યો.
![]()
તે દરમિયાન તેમને બાતમી મળી કે ગાંભોઈનો વિરપાલસિંહ મહેન્દ્રસિંહ રાઠોડ કાર નંબર GJ.31.BA.2793 માં દારૂ ભરીને હિંમતનગર તરફ આવી રહ્યો આ બાતમીના આધારે LCBએ સહકારી જીન ચાર રસ્તાથી શારદાકુંજ સોસાયટીમાં વોચ ગોઠવી બાતમી મુજબ કાર એવન સોસાયટી નજીક આવતા તેને રોકી વિરપાલસિંહની પૂછપરછ કરવામાં આવી.
![]()
LCBએ કારમાંથી ₹1.88 લાખની કિંમતની વિદેશી દારૂની 622 બોટલો કબજે લીધી આ ઉપરાંત, ₹5 હજારનો મોબાઈલ ફોન અને ₹2.50 લાખની કાર પણ જપ્ત કરવામાં આવી કુલ મળીને ₹4.43 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો પકડાયેલા વિરપાલસિંહ વિરુદ્ધ હિંમતનગર એ-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી.


