ગરવી તાકાત બનાસકાંઠા : વાવ-થરાદ એલસીબી ટીમે સુઈગામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં મોટી કાર્યવાહી કરી સુઈગામ-સિધાડા કસ્ટમ રોડ પરથી એક ક્રેટા કારમાં બનાવેલા ગુપ્ત ચોરખાનામાંથી વિદેશી દારૂ અને બિયરનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો પોલીસે આ કેસમાં એક આરોપીની ધરપકડ કરી કુલ 7.04 લાખ રૂપિયાથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો એલસીબી વાવ-થરાદની ટીમ સુઈગામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં મિલકત સંબંધિત ગુનાઓની તપાસ અને પેટ્રોલિંગ કરી રહી.
![]()
તે દરમિયાન સુઈગામથી સિધાડા તરફ જતા કસ્ટમ રોડ પરથી એક શંકાસ્પદ ક્રેટા કાર પસાર થતી જોવા મળી પોલીસે કારને રોકાવીને તેની તલાશી લીધી તપાસ દરમિયાન કારના આગળના બોનેટ તેમજ પાછળની બ્રેક લાઈટ અને બંપરના નીચેના ભાગે ખાસ ચોરખાનું બનાવવામાં આવ્યું હોવાનું સામે આવ્યું આ ચોરખાનામાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂ અને બિયરની કુલ 504 બોટલ અને ટીન મળી આવ્યા જેની કિંમત 94,752 રૂપિયા જેટલી થાય.

પોલીસે દારૂના જથ્થા ઉપરાંત 6 લાખ રૂપિયાની ક્રેટા કાર અને 10 હજાર રૂપિયાનો મોબાઈલ ફોન પણ જપ્ત કર્યો આમ, કુલ 7,04,752 રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો આ કેસમાં પોલીસે કાર ચલાવનાર આરોપી પ્રકાશભાઈ ગોયલ દારૂનો જથ્થો મોકલનાર અન્ય બે શખ્સો સામે પણ ગુનો નોંધી ધી પ્રોહિબિશન એક્ટ હેઠળ સુઈગામ પોલીસ સ્ટેશન ખાતે વધુ તપાસ હાથ ધરવામાં આવી.


