કાંકરેજ તાલુકાના અરડુવાડા ગામે ખેતરમાં રમાતા જુગાર પર શિહોરી પોલીસના દરોડા….

June 1, 2026

ગરવી તાકાત પાટણ : કાંકરેજ તાલુકાના અરડુવાડા ગામે એક ખેતરમાં ખુલ્લામાં રમાતા જુગાર પર શિહોરી પોલીસે દરોડો પાડ્યો આ કાર્યવાહીમાં બે જુગારીઓને ઝડપી પાડવામાં આવ્યા જ્યારે ત્રણ ઇસમો પોલીસને જોઈને ફરાર થઈ ગયા પોલીસે સ્થળ પરથી રોકડ રકમ સહિત કુલ ₹2000 નો મુદ્દામાલ કબજે કર્યો પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ શિહોરી પોલીસ સ્ટેશનનો સ્ટાફ પેટ્રોલિંગમાં તે દરમિયાન તેમને ખાનગી બાતમી મળી.

કાંકરેજના શિહોરી પોલીસ મથકના PSOને સસ્પેન્ડ કરાયા

અરડુવાડા ગામના એક ખેતરમાં લીમડાના ઝાડ નીચે કેટલાક ઇસમો ગંજીપાના પત્તા વડે હારજીતનો જુગાર રમી રહ્યા આ બાતમીના આધારે, પોલીસે પંચોને સાથે રાખીને સ્થળ પર રેઇડ કરી રેઇડ દરમિયાન કેટલાક ઇસમો ગોળ કુંડાળું વાળીને બેઠેલા જોવા મળ્યા પોલીસને જોતા જ ત્રણ ઇસમો નાસી છૂટ્યા જ્યારે પોપટજી મદારજી મકવાણા (ઠાકોર) અને દીલીપસિંહ સુબાજી ઠાકોર નામના બે ઇસમોને સ્થળ પરથી ઝડપી લેવામાં આવ્યા.

ભાજપના ગીર-સોમનાથ જિલ્લા અને ઉના શહેર ઉપપ્રમુખ જુગારમાં પકડાયા – Gujarat  Mirror

તપાસ દરમિયાન, પકડાયેલા બંને ઇસમો પાસેથી રોકડ રકમ મળી આવી પોલીસે સ્થળ પરથી અલગ અલગ દરની ચલણી નોટો અને ગંજીપાના ૫૨ પત્તા સહિત કુલ ₹2000 નો મુદ્દામાલ કબજે કર્યો ફરાર થયેલા ઇસમોમાં વિનાજી દેવાજી ઠાકોર, અલ્કેશ ચેનાજી ઠાકોર અને મનુજી વેરશીજી ઠાકોરના નામ ખુલ્યા હોવાનું પોલીસે જણાવ્યું આ સમગ્ર મામલે શિહોરી પોલીસે ગુજરાત જુગાર અધિનિયમની કલમ-૧૨ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0