સરસ્વતી તાલુકાના વારેડા ગામની સીમમાં કરોડોની કિંમતની ખેતીલાયક જમીન પચાવી પાડવા બદલ 5 વ્યક્તિઓ વિરુદ્ધ ફરિયાદ….

June 1, 2026

ગરવી તાકાત પાટણ : સરસ્વતી તાલુકાના વારેડા ગામની સીમમાં કરોડોની કિંમતની ખેતીલાયક જમીન પચાવી પાડવા બદલ પાંચ વ્યક્તિઓ વિરુદ્ધ ગુજરાત જમીન પચાવી પાડવા પર પ્રતિબંધ કાયદા હેઠળ ફરિયાદ નોંધાઈ સુજનીપુર ગામના સાકરબેન ઠાકોરે આ ફરિયાદ નોંધાવી ફરિયાદ મુજબ, સાકરબેનના પતિ અમૃતજી ઠાકોરે વર્ષ 2011માં વારેડા ગામે સર્વે નંબર 245 વાળી 2-26-74 હેક્ટર જમીન વેચાણ દસ્તાવેજથી ખરીદી આ જમીન તેમણે ગામના નાગજી રામચંદજી ઠાકોર, મદારજી રામચંદજી ઠાકોર, કુંવરજી રામચંદજી ઠાકોર.

In Vadhasar village of Patan, a woman returning after visiting Mataji was  beaten by a villager

વિરમજી રામચંદજી ઠાકોર અને બાલાજી રામચંદજી ઠાકોરને ભાગેથી વાવવા માટે આપી વર્ષ 2021માં જમીન માલિક અમૃતજી ઠાકોરનું અવસાન થતાં સાકરબેન અને તેમના સંતાનોએ જમીનનો કબજો ખાલી કરવા જણાવ્યું જોકે, સામેવાળા વ્યક્તિઓએ જમીન ખાલી કરવાનો ઇનકાર કર્યો આ શખ્સોએ અગાઉ પાટણ અને સરસ્વતી કોર્ટમાં જમીનનો વેચાણ દસ્તાવેજ રદ કરવા દાવો કર્યો જે 04/09/2019ના રોજ કોર્ટે ના મંજૂર કર્યો કાયદાકીય લડત બાદ અરજદારે પાટણ કલેક્ટર અને જિલ્લા મેજિસ્ટ્રેટ સમક્ષ.

જિલ્લામાં લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળના કેસનું પ્રથમવાર સમાધાન થયું

લેન્ડ ગ્રેબિંગની ઓનલાઈન અરજી કરી જિલ્લા લેન્ડ ગ્રેબિંગ સમિતિની તપાસમાં જમીન પર ગેરકાયદેસર દબાણ હોવાનું સાબિત થયું આથી, કલેક્ટર દ્વારા 16/12/2025ના રોજ સામેવાળા શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધવા હુકમ કરવામાં આવ્યો મામલતદાર સરસ્વતી દ્વારા જમીન ખાલી કરવાની નોટિસ આપવા છતાં નિયત સમયમાં કબજો ન સોંપતા આખરે પાંચેય શખ્સો વિરુદ્ધ સરસ્વતી પોલીસ મથકે ગુનો નોંધવામાં આવ્યો હાલ નાયબ પોલીસ અધિક્ષક દ્વારા આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0