થરાદ અને ભાભર LCBએ તાલુકામાં બે અલગ-અલગ દરોડા પાડી 12 લાખથી વધુનો વિદેશી દારૂ અને વાહનો જપ્ત કર્યા…

May 20, 2026

ગરવી તાકાત થરાદ : વાવ થરાદ જિલ્લામાં દારૂબંધીના કડક અમલ વચ્ચે એલસીબીએ થરાદ અને ભાભર તાલુકામાં બે અલગ-અલગ દરોડા પાડી 12 લાખ રૂપિયાથી વધુનો વિદેશી દારૂ અને વાહનો જપ્ત કર્યા આ કાર્યવાહીમાં કુલ ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી જ્યારે એક આરોપી ફરાર પ્રથમ કાર્યવાહી થરાદ તાલુકાના વજેગઢ વિસ્તારમાં કરવામાં આવી એલસીબી વાવ-થરાદનો પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં ત્યારે તેમને બાતમી મળી હતી કે વજેગઢમાં ડોસ્ટેલોની આગળ ખુલ્લી જગ્યામાં પડેલી અલ્ટો ગાડીમાં જોરાભાઈ ગમનાભાઈ ઉર્ફ વિરભાણભાઈ રબારી દારૂનો જથ્થો રાખી વેચાણ કરે પોલીસે દરોડો પાડી અલ્ટો ગાડીમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂ અને બિયરની કુલ 1094 બોટલો/ટીન જપ્ત કર્યા.

દારૂની કિંમત રૂ.3,19,860 અને અલ્ટો ગાડીની કિંમત રૂ.1,00,000 મળી કુલ રૂ.4,19,860નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો આરોપી જોરાભાઈ રબારી વિરુદ્ધ થરાદ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી બીજી કાર્યવાહી ભાભર તાલુકાના વજાપુર ગામની સીમમાં કરવામાં આવી એલસીબી વાવ-થરાદનો સ્ટાફ ભાભર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યો ત્યારે તેમને બાતમી મળી કે વજાપુર જુના ખાતે રહેતા લાલસિંહ બળવંતસિંહ વાઘેલાના ખેતરે એક સ્વીફ્ટ ગાડી દારૂનો જથ્થો ખાલી કરવા આવી પોલીસે તાત્કાલિક દરોડો પાડી ખેતરમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂ અને બિયરની કુલ 1136 બોટલો/ટીન જપ્ત કર્યા.

Tharaad & Bhabhar Liquor Raid: LC B Seizes Over 12 Lakhs

દારૂની કિંમત રૂ.3,15,823 અને સ્વીફ્ટ ગાડીની કિંમત રૂ.5,00,000 મળી કુલ રૂ.8,20,823નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો આ દરોડા દરમિયાન દારૂનો જથ્થો આપવા આવેલા બે આરોપીઓ મહેન્દ્રસિંહ ઉર્ફે ગની રાહુભા રાઠોડ અને સાહીલ મુસ્તફાભાઇ ઘાંચીને ઝડપી પાડવામાં આવ્યા જોકે, દારૂનો જથ્થો મંગાવનાર અને ખેતરના માલિક લાલસિંહ બળવંતસિંહ વાઘેલા સ્થળ પર હાજર ન હોવાથી તેમને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા આ ત્રણેય ઈસમો વિરુદ્ધ થરાદ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0