ગરવી તાકાત બનાસકાંઠા : લાખણી કેમિસ્ટ એસોસિએશને ઓનલાઈન દવાઓના વેચાણ સામે ઉગ્ર વિરોધ નોંધાવ્યો આ મુદ્દે એસોસિએશન દ્વારા લાખણી મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું દેશમાં કોરોના મહામારીના સમયથી સરકારે ઓનલાઈન દવા વેચાણને મંજૂરી આપી આ નિર્ણયથી નાના મેડિકલ સ્ટોર સંચાલકોમાં ભારે અસંતોષ ફેલાયો કેમિસ્ટોએ આક્ષેપ કર્યો કે પ્રિસ્ક્રિપ્શન વગર શિડ્યુલ-H અને NRX જેવી દવાઓનું ઓનલાઈન વેચાણ થઈ રહ્યું.

જે કાયદેસર નથી. તેઓનું કહેવું એક તરફ નાના વેપારીઓને નિયમોનું કડક પાલન કરાવવામાં આવે જ્યારે બીજી તરફ મોટી કોર્પોરેટ કંપનીઓને છૂટછાટ આપવામાં આવે તેમજ ઓનલાઈન વેચાણમાં ડુપ્લિકેટ દવાઓ મળતી હોવાની પણ ફરિયાદ ઉઠાવવામાં આવી આના કારણે દર્દીઓના આરોગ્ય સાથે ગંભીર ખતરો ઉભો થાય આ મુદ્દે ઓલ ઈન્ડિયા કેમિસ્ટ એસોસિએશન દ્વારા અગાઉ પણ સરકાર સમક્ષ રજૂઆત કરવામાં આવી.

જોકે યોગ્ય નિરાકરણ ન આવતા આજે દેશવ્યાપી બંધનું આહ્વાન કરવામાં આવ્યું તેના અનુસંધાને લાખણીમાં પણ તમામ મેડિકલ સ્ટોર્સ બંધ રાખી કેમિસ્ટોએ વિરોધ નોંધાવ્યો એસોસિએશનના પ્રમુખ શ્રવણ દવે સહિત તમામ કેમિસ્ટોએ સરકારને ઓનલાઈન દવા વેચાણ પર પ્રતિબંધ મૂકવાની અને દર્દીઓના હિતમાં કડક કાયદા બનાવવાની માંગણી કરી.


