કડી રોડ પર આવેલ જન્નતસીટી રો-હાઉસમાં એક બંધ મકાનમાંથી તસ્કરોએ 1.80 લાખના દાગીના ચોરી કરી રફુચક્કર…..

May 20, 2026

ગરવી તાકાત મહેસાણા : નંદાસણ રોડ પર આવેલા જન્નતસીટી રો-હાઉસમાં એક પરિવાર વતન ગયો હોવાથી બંધ રહેલા મકાનનું તાળું તોડી અજાણ્યા તસ્કરો ₹1,80,000ની કિંમતના સોનાના દાગીના ચોરી ફરાર થઈ ગયા આ સમગ્ર મામલે કડી પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો પોલીસ ફરિયાદ અનુસાર, ભોગ બનનાર મકાનમાલિક માહીદખાન નથ્થુનીખાન ઇસ્માઇલીંયા પઠાણ વ્યવસાયે ફેબ્રિકેશનનું કામ કરે અને જન્નતસીટી રો-હાઉસના મકાન નંબર 4માં રહે તેઓ મૂળ બિહારના છપરા જિલ્લાના તેલપા ગામના વતની બાળકોના ઉનાળુ વેકેશનના કારણે તેઓ પરિવાર સાથે વતન ગયા.

ત્યારબાદ 1 મેના રોજ માહીદખાન પોતાના કામ અર્થે બોટાદના ગઢડા તાલુકાના ઢસા ગામે આવ્યા જેથી કડી સ્થિત તેમનું મકાન સંપૂર્ણપણે બંધ 17 મેના રોજ સવારે આશરે 7:30 વાગ્યે ફરિયાદીની પત્નીએ ફોન પર માહિતી આપી કે કડીવાળા ઘરનો દરવાજો ખુલ્લો દેખાય આથી માહીદખાને તેમના સંબંધી નાજીદ નાસીરહુસેન પઠાણને સ્થળ પર જઈ તપાસ કરવા જણાવ્યું નાજીદ પઠાણે મકાને પહોંચીને જોયું તો મુખ્ય દરવાજો ખુલ્લો અને ઘરની અંદરનો તમામ સામાન અસ્તવ્યસ્ત હાલતમાં વેરવિખેર પડેલો.

તપાસ દરમિયાન ઘરની અંદર રાખેલી લોખંડની તિજોરીનો દરવાજો તૂટેલી હાલતમાં મળી આવ્યો અને તેની અંદરનો સામાન ગાયબ ઘટનાની ગંભરીતા જોઈ ફરિયાદીએ સામાનને અડક્યા વિના દરવાજો બંધ કરાવી દીધો માહીદખાને પરત આવીને તપાસ કરતા જાણવા મળ્યું કે તસ્કરો તિજોરીમાંથી અડધા-અડધા તોલાની સોનાની 2 વીંટીઓ તથા અડધા તોલાની સોનાની 1 ચેન મળીને કુલ ₹1,80,000ની કિંમતના દાગીના ચોરી ગયા આ ચોરીના બનાવ અંગે ફરિયાદીએ 19 મેના રોજ કડી પોલીસ સ્ટેશનમાં અજાણ્યા ચોર ઈસમો વિરૂદ્ધ સત્તાવાર ફરિયાદ નોંધાવી પોલીસે ઘટના સ્થળની મુલાકાત લઈ કાયદેસરનો ગુનો નોંધી તસ્કરોને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0