સાંતલપુર તાલુકાના વારાહી વિસ્તારમાં એક સગીરાનું બાઈક પર અપહરણ કરી દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાની ફરિયાદ…

May 20, 2026

ગરવી તાકાત પાટણ : પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના વારાહી પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક સગીરાનું બાઈક પર અપહરણ કરી બે વખત દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાની ફરિયાદ નોંધાઈ આરોપીએ સગીરાને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી પોલીસે ભોગ બનનારની માતાની ફરિયાદના આધારે આરોપી રમેશ ઠાકોર સામે ભારતીય ન્યાય સંહિતા (BNS) અને પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી.

Patan Police Constable,પાટણઃ વારાહી પોલીસ સ્ટેશનનો કોન્સ્ટેબલ લાંચ લેતા  ઝડપાયો, ફરિયાદના ભત્રીજાને ન પકડવા માગ્યા હતા રુપિયા - patan police  constable take bribe - Iam ...

સાંતલપુર તાલુકાના એક ગામમાં 14 વર્ષ અને 2 માસની સગીરા દુકાનેથી દૂધ લઈને ઘરે પરત ફરી રહી તે સમયે આરોપી રમેશ ઠાકોરે તેને રસ્તામાં આંતરી બળજબરીપૂર્વક મોટરસાયકલ પર અપહરણ કર્યું આરોપી રમેશ ઠાકોર સગીરાને ઝંડાળા રોડ પર આવેલ ખેત તલાવડી પાસે બાવળોની ઝાડીમાં લઈ ગયો ત્યાં તેણે સગીરાની મરજી વિરુદ્ધ તેની સાથે શારીરિક સંબંધ બાંધ્યો ત્યારબાદ, આરોપી તેને નજીકના ખેતરમાં ખેંચી ગયો અને ત્યાં બીજી વખત દુષ્કર્મ આચર્યું.

સમી તાલુકાના એક ગામમાં 15 વર્ષીય સગીરા પર એક યુવકે આચર્યો દુષ્કર્મ,પોલીસ  ફરિયાદ…. – Garvi Takat – Gujarat News, Bollywood News, Breaking News,  Politics News etc.

આ ઘટના બાદ આરોપીએ સગીરાને કોઈને જાણ કરશે તો જાનથી મારી નાખવાની ધમકી આપી વારાહી પોલીસ મથકે આ અંગે ફરિયાદ નોંધાતા પોલીસે આરોપી રમેશ ઠાકોર વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા (BNS) 2023ની કલમ 64(2)(એમ), 65(1), 137(2), 351(3) તથા પોક્સો એક્ટની કલમ 4(2), 5(એલ), 6 હેઠળ ગુનો દાખલ કર્યો પોલીસે આરોપીને ઝડપી પાડવા માટે વધુ તપાસ હાથ ધરી.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0