પાટણ શહેરના જુના પાવરહાઉસ વિસ્તારમાં રખડતા ઢોર પકડવા ગયેલી નગરપાલિકાની ટીમ પર હુમલો…

May 18, 2026

ગરવી તાકાત પાટણ : પાટણ શહેરના જુના પાવરહાઉસ વિસ્તારમાં રખડતા ઢોર પકડવા ગયેલી નગરપાલિકાની ટીમ પર પશુપાલકોએ હુમલો કર્યો પશુપાલકોએ પાલિકા કર્મચારીઓની ફરજમાં અડચણ ઊભી પાંજરાનો દરવાજો ખોલી ઢોરોને જાહેર રોડ પર ભગાડ્યા આ મામલે પાટણ નગરપાલિકાના સેનેટરી ઇન્સ્પેક્ટરે બે નામજોગ અને બે અજાણ્યા શખ્સો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી પાટણ નગરપાલિકાના સેનેટરી ઇન્સ્પેક્ટર આસમાન કરશનલાલ પાલ ઓફિસે હાજર હતા ત્યારે ઢોર પકડવાની ટીમના કર્મચારી સોલંકી જયેશભાઈ કનુભાઈએ તેમને ફોન પર જાણ કરી તેમણે જણાવ્યું કે જુના પાવરહાઉસ ખાતે રખડતી ગાયો.

Patan A DV. The accused who escaped from the police station was caught and  produced in the court

પકડીને પાંજરામાં પૂરી પરંતુ કેટલાક સ્થાનિક લોકો લાકડીઓ લઈને માથાકૂટ કરી રહ્યા આ માહિતી મળતા જ સેનેટરી ઇન્સ્પેક્ટર તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા ઘટનાસ્થળે પાટણના રહેવાસી ભરવાડ લાલાભાઈ ગોકાભાઈ, ભરવાડ ગોકાભાઈ અને અન્ય બે અજાણ્યા શખ્સો હાથમાં લાકડીઓ સાથે હાજર પાલિકાની ટીમે કાયદેસરની ફરજ બજાવતી હોવાનું જણાવતા આ શખ્સો ઉશ્કેરાઈ ગયા અને જાહેરમાં ગાળાગાળી કરી આરોપીઓએ ઢોર ભગાડવાના ઇરાદે પાંજરાનો દરવાજો ખોલી નાખ્યો જાહેર રોડ પર વાહનો અને લોકોની અવરજવર હોવા છતાં અકસ્માત સર્જાઈ શકે.

પાટણમાં ઢોર પકડવા ગયેલી પાલિકાની ટીમ પર પશુપાલકોનો હુમલો | રખેવાળ

તે જાણતા હોવા છતાં આરોપીઓએ ઢોરોને રસ્તા પર ભગાડ્યા આરોપીઓએ પાલિકાના કર્મચારીઓને રોકવાનો પ્રયાસ કરતા હોબાળો મચાવ્યો અને ધમકી આપી કે જો ફરીવાર તેમના ઢોર પકડવામાં આવશે તો જાનથી મારી નાખવામાં આવશે આ ઘટના બાદ સેનેટરી ઇન્સ્પેક્ટર અને ઢોર ડબ્બા ક્લાર્ક સોલંકી હિમાંશુ અશોકભાઈ સહિતની ટીમે પાટણ સીટી એ ડીવીઝન પોલીસ મથકે પહોંચી ફરિયાદ નોંધાવી પોલીસે બી.એન.એસ ની કલમ 110,221,334(1), 296(b),351(3),54 તથા જી.પી.એક્ટની કલમ 135 હેઠળ ગુનો નોંધી વધુ તપાસ પોલીસ સબ ઇન્સપેક્ટર રમેશકુમાર ભાણારામ ચાવલાને સોંપી.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0