ગરવી તાકાત અરવલ્લી : અરવલ્લી LCB એ શામળાજી નજીકથી વિદેશી દારૂ ભરેલી કાર સાથે એક વ્યક્તિને ઝડપી પાડ્યો પોલીસે ₹3.59 લાખનો મુદ્દામાલ જપ્ત કરીને વધુ તપાસ હાથ ધરી જિલ્લામાં દારૂબંધી અને ગુનાહિત પ્રવૃત્તિઓ સામે અરવલ્લી પોલીસ સતત કાર્યવાહી કરી રહી આ દરમિયાન LCB ટીમ પેટ્રોલિંગમાં ત્યારે તેમને બાતમી મળી કે, શામળાજી આશ્રમ તરફથી ભિલોડા તરફ જતી એક મારુતિ અલ્ટો કારમાં વિદેશી દારૂનો જથ્થો લઈ જવામાં આવી રહ્યો.

આ બાતમીના આધારે, પોલીસે ધંધોલિયા ગામની સીમમાં વોચ ગોઠવી શંકાસ્પદ મારુતિ અલ્ટો કારને રોકીને તપાસ કરતા તેમાંથી વિદેશી બનાવટનો દારૂ અને બિયરનો જથ્થો મળી આવ્યો પોલીસે કારચાલક રાજસ્થાનના ખેરવાડાના રમેશભાઈ બંસીલાલ દરંગાને ઝડપી પાડ્યો LCB પોલીસે દારૂ અને બિયરની કુલ 711 બોટલો જપ્ત કરી.

જેની અંદાજિત કિંમત ₹2.54 લાખથી વધુ આ ઉપરાંત, ₹1 લાખની કિંમતની મારુતિ અલ્ટો કાર પણ કબજે કરવામાં આવી આમ, કુલ ₹3.59 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો આ કેસમાં ઉદેપુરના નયાગાવનો રૂપા મીણા નામનો અન્ય એક આરોપી ફરાર હોવાનું સામે આવ્યું અરવલ્લી LCB એ ફરાર આરોપીને ઝડપી પાડવા માટે તપાસ તેજ બનાવી.


