દિયોદર પોલીસ સ્ટેશન વિસ્તારના ફોરણા ગામની સીમમાં પેરોલ-ફર્લો સ્કોડે દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો….

May 15, 2026

ગરવી તાકાત દિયોદર : દિયોદર પોલીસ સ્ટેશન વિસ્તારના ફોરણા ગામની સીમમાં પેરોલ-ફર્લો સ્કોડ, વાવ-થરાદે મોટી કાર્યવાહી કરી પોલીસે વીડ વિસ્તારમાં આવેલા એક ખેતરમાંથી રૂ. 9.74 લાખનો વિદેશી દારૂ અને બિયરનો જથ્થો ઝડપી પાડ્યો. આ દરોડા દરમિયાન કુલ 3596 બોટલો વિદેશી દારૂ અને બિયર ટીન મળી આવ્યા જેની કુલ કિંમત રૂ. 9,74,976/- આંકવામાં આવી દારૂ ઉપરાંત, દારૂની હેરાફેરીમાં ઉપયોગમાં લેવાયેલી સ્વીફ્ટ,

Parole-Ferlo Scod Seizes Rs 9.74 Lakh Foreign Liquor; Forna Village Liquor  Haul

મહેન્દ્રા બોલેરો અને અલ્ટો કેટેન ગાડીઓ પણ જપ્ત કરવામાં આવી. જેની કિંમત રૂ. 11,50,000/- આમ, કુલ રૂ. 21,24,976/- નો મુદ્દામાલ કબજે લેવાયો. પેરોલ-ફર્લો સ્કોડ, વાવ-થરાદનો પોલીસ સ્ટાફ દિયોદર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેરોલ, ફર્લો અને વચગાળાના જામીન જમ્પ કરનાર તેમજ નાસતા-ફરતા આરોપીઓને પકડવા માટે ખાનગી વાહનમાં નાઈટ પેટ્રોલીંગ કરી રહ્યો.

Parole-Ferlo Scod Seizes Rs 9.74 Lakh Foreign Liquor; Forna Village Liquor  Haul

તે દરમિયાન ફોરણા ગામેથી તેમને ખાનગી રાહે ચોક્કસ બાતમી મળી. બાતમીના આધારે, ફોરણા ગામની વીડ વિસ્તાર સીમમાં રહેતા ભમરસિંહ વાઘેલાના કબજા ભોગવટાના ખેતરમાં રેડ કરવામાં આવી પોલીસે આરોપી ભમરસિંહ વાઘેલા વિરુદ્ધ દિયોદર પોલીસ સ્ટેશન ખાતે પ્રોહીબીશન એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0