વડાલી તાલુકાના સવાસલા ગામના એક ખેડૂત સાથે લાખો રૂપિયાની છેતરપિંડીનો કિસ્સો આવ્યો સામે….

May 15, 2026

ગરવી તાકાત સાબરકાંઠા : વડાલી તાલુકાના સવાસલા ગામના એક ખેડૂત સાથે લાખો રૂપિયાની છેતરપિંડીનો કિસ્સો સામે આવ્યો ખેડૂતના ટ્રેક્ટર, રોટાવેટર અને જેસીબી જેવા કિંમતી સાધનો ગીરો મૂકવાના તથા ભાડે આપવાના બહાને પચાવી પાડી ઉચાપત કરવા બદલ ત્રણ શખ્સો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ સવાસલા ગામના મુકેશભાઈ ખીમજીભાઈ ગઢવીએ આ અંગે પોલીસમાં ફરિયાદ નોંધાવી તેમની ફરિયાદ મુજબ, તેમણે વર્ષ 2024-25 દરમિયાન લોન પર જોનડીયર કંપનીનું ટ્રેક્ટર (GJ-09-BM-0450) અને ACE કંપનીનું જેસીબી (GJ-09-DA-1372) ખરીદ્યા ફરિયાદમાં જણાવાયું કે, ઓગસ્ટ 2025માં થુરાવાસ ગામના દશરથભાઈ મોતીભાઈ વણઝારાએ મુકેશભાઈનો સંપર્ક કરી ટ્રેક્ટર ભાડે આપવાની વાત કરી.

Students Visit Vadali Police Station Learn Police Work

દશરથ વણઝારાએ મહેસાણા જિલ્લાના ઐઠોર ગામના રતનજી શંકરજી ઠાકોર સાથે મળી ટ્રેક્ટરને 3 લાખ રૂપિયામાં ગીરો રખાવ્યું 11 માસનો કરાર પૂરો થયા બાદ પણ આરોપીઓએ ટ્રેક્ટર પરત કર્યું નહોતું અને ખેડૂતને ગેરમાર્ગે દોર્યા આ ઉપરાંત, દશરથ વણઝારા અને તેના મિત્ર સુખદેવદાન તેજદાન ગઢવી (રહે. નાના ચિલોડા, અમદાવાદ)એ જેસીબી ભાડે રાખવાના બહાને 3.20 લાખ રૂપિયાની ડિપોઝિટ આપી સાધન મેળવ્યું જોકે, લાંબા સમય સુધી તેનું ભાડું ચૂકવવામાં આવ્યું મુકેશભાઈએ જેસીબી પરત માંગતા સુખદેવ ગઢવીએ તેને 20 લાખ રૂપિયામાં ખરીદવાની તૈયારી દર્શાવી અને ઈડર ખાતે વેચાણ કરાર પણ કરાયો પરંતુ, બાકી નીકળતી 11.80 લાખ રૂપિયાની રકમ વારંવાર ઉઘરાણી કરવા છતાં ચૂકવવામાં આવી ન.

પૈસા ડબલ કરવાની લાલચ ભારે પડી! અમદાવાદના યુવક સાથે લાખોની છેતરપિંડી, પોલીસે  તપાસ હાથ ધરી | Ahmedabad youth loses Rs 69 lakhs in the In the temptation  to double the money - Gujarat ...

મુકેશભાઈએ સુખદેવના પિતાને જાણ કરતા સુખદેવ ગઢવીએ ફોન પર જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનો પણ ફરિયાદમાં ઉલ્લેખ આ ટોળકીએ દાત્રોલીના યતીનકુમાર પરમારનું એક્ટિવા પણ ગીરો મેળવી પચાવી પાડ્યું હોવાનું સામે આવ્યું આ મામલે મુકેશભાઈ ગઢવીએ દશરથભાઈ મોતીભાઈ વણઝારા (રહે. થુરાવાસ, વડાલી), રતનજી શંકરજી ઠાકોર (રહે. પોલવાસ, ઐઠોર, મહેસાણા) અને સુખદેવદાન તેજદાન ગઢવી (રહે. નાના ચિલોડા, અમદાવાદ) વિરુદ્ધ વિશ્વાસઘાત, છેતરપિંડી અને ધમકી આપવા અંગે પોલીસ ફરિયાદ નોંધાવી પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0