ગરવી તાકાત મહેસાણા : વિજાપુર શહેરના બસ સ્ટેશનથી ચક્કર રોડ વિસ્તારમાં એક યુવકને માર મારી મોબાઈલ ફોન અને રોકડ રકમ લૂંટી લેવામાં આવી આ મામલે વિજાપુર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી પ્રાપ્ત માહિતી અનુસાર, વિજાપુરના માઢી આશ્રમ સામે લાલ બંગ્લોઝમાં રહેતા વિજયસિંહ પ્રકાશસિંહ મકવાણા ખાનગી કંપનીમાં ડ્રાઈવર તરીકે નોકરી કરે ગત રાત્રે આશરે સાડા આઠ વાગ્યે તેઓ પોતાના મિત્ર ચમન ઉર્ફે ભુરો ઠાકોર સાથે બસ સ્ટેશન રોડથી ચક્કર ઉપર શાકભાજી લેવા ગયા.

તે સમયે બસ સ્ટેશન પાસે એક અજાણ્યો શખ્સ આવ્યો અને પૈસાની માંગણી કરવા લાગ્યો વિજયસિંહ મકવાણાએ પૈસા આપવાની ના પાડતા આરોપીએ ગાળાગાળી કરી ધમકી આપી આ ઇલાકો મારો હું અહીંનો ડોન છું ત્યારબાદ તેણે વિજયસિંહને લાફો મારી ઝપાઝપી કરી તેમની પાસેથી રીયલમી કંપનીનો મોબાઈલ ફોન અને શર્ટના ખિસ્સામાં રાખેલા રૂ. 670 રોકડા લૂંટી લીધા હતા અને ફરાર થઈ ગયો.

વિજયસિંહના મિત્ર ચમન ઉર્ફે ભુરો ઠાકોરે આરોપીની ઓળખ સાહીલહુસેન ઉર્ફે તમાકુ (વિજાપુરવાળો) તરીકે કરી આ બનાવ અંગે વિજયસિંહની કંપનીમાં જાણ કરાતા પોલીસ ફરિયાદ નોંધાવવા જણાવાયું ફરિયાદીએ વિજાપુર પોલીસ સ્ટેશનમાં આરોપી સાહીલહુસેન ઉર્ફે તમાકુ સામે બી.એન.એસ.ની કલમ ૩૦૯(૬) અને ૩૫૨ હેઠળ ગુનો નોંધાવ્યો પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી.


