પાટણ જિલ્લા પંચાયતની સિક્યોરિટી એજન્સી સંચાલક સામે કૌભાંડની ફરિયાદ….

May 15, 2026

ગરવી તાકાત પાટણ : પાટણ જિલ્લા પંચાયત અને જિલ્લા વિકાસ અધિકારી (DDO)ના નિવાસસ્થાને સુરક્ષા પૂરી પાડવાના કોન્ટ્રાક્ટમાં કૌભાંડ સામે આવ્યું રાજકોટ સ્થિત રામ સિક્યોરિટી એજન્સીના સંચાલક કેયુર રસીકલાલ અનડકટ સામે છેતરપિંડી, ખોટા દસ્તાવેજો બનાવવા અને સરકારી નાણાંની ઉચાપત કરવા બદલ પાટણ સીટી બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ ફરિયાદ મુજબ, એજન્સીના સંચાલકે રૂ. 91,000ની સિક્યોરિટી ડિપોઝિટની રકમ ભરી ન વધુમાં, ફરજ પર ન હોય તેવા વ્યક્તિઓના ખોટા નામે બિલો બનાવી સરકારી નાણાં મેળવ્યા.

Bharuchમાં બેંક એકાઉન્ટ સાથે ચેડાં કરવાનું કૌભાંડ સામે આવ્યું | Gujarat  News | Sandesh

પાટણ જિલ્લા પંચાયતની બાંધકામ શાખામાં સીનિયર ક્લાર્ક પ્રવિણભાઈ હરજીભાઈ દેસાઈએ નોંધાવેલી ફરિયાદમાં જણાવાયું કે, વર્ષ 2025માં રામ સિક્યોરિટી એજન્સીને 9 ચોકીદારો પૂરા પાડવાનો કોન્ટ્રાક્ટ અપાયો જાન્યુઆરી 2026 થી માર્ચ 2026 દરમિયાન એજન્સીએ કુલ 9 ચોકીદારોના બિલો રજૂ કર્યા તપાસ દરમિયાન જાણવા મળ્યું કે મનિષ ગરચર,મિત ગોહેલ,ધનેશ કોટક,શીવા,વિશાલ,અનુજ,બીપીન,સૌરભ અને શિવમ નામના વ્યક્તિઓએ ક્યારેય ફરજ બજાવી ન એજન્સીએ આ ખોટા નામના વ્યક્તિઓને ચોકીદાર તરીકે દર્શાવી સરકારમાંથી નાણાં મેળવી લીધા.

Patan Panchayat Agency Scam; Govt Funds Misappropriated | Security Guards  Threatened

આ ઉપરાંત, જે ચોકીદારો ખરેખર ફરજ બજાવતા તેમને નિયત લઘુત્તમ વેતન કરતાં ઓછો પગાર ચૂકવવામાં આવતો સંચાલક કેયુર અનડકટે ચોકીદારોને નોકરીમાંથી કાઢી મુકવાની ધમકી આપીને વોટ્સએપ પર આર. કોડ મોકલી અંદાજે રૂ. 23,500 પરત મેળવી લીધા સરકારી કચેરી દ્વારા ચોકીદારોના પગાર માટે મોકલવામાં આવેલો રૂ. 3,46,518નો ચેક એજન્સીના ખાતામાં જમા થયા પછી પણ ત્રણ દિવસ સુધી નાણાંની હંગામી ઉચાપત કરવામાં આવી હાલમાં પાટણ પોલીસે બી.એન.એસ.ની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0