ગરવી તાકાત થરાદ : થરાદ તાલુકાના નાગલા ગામે પડોશી વચ્ચેના જૂના ઝઘડાની અદાવતમાં જીવલેણ હુમલાની ઘટના બની રાત્રિના સમયે એક આધેડ પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરવામાં આવ્યો મળતી માહિતી મુજબ, ગામમાં રહેતા એક આધેડ પોતાના ઘરે રાત્રિના સમયે ઊંઘી રહ્યા ત્યારે પડોશમાં રહેતા દિનેશ ઠાકોરે દીવાલ કૂદી ઘરમાં પ્રવેશ કર્યો તેણે તીક્ષ્ણ હથિયાર વડે આધેડના પેટના ભાગે ઘા ઝીંક્યા.
હુમલાના પગલે આસપાસના લોકો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા લોહીલુહાણ હાલતમાં ઇજાગ્રસ્તને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા ઘટનાની જાણ થતાં જ થરાદ પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી પોલીસ તપાસમાં સામે આવ્યું કે આશરે બે વર્ષ અગાઉ ખેતરની વાડ બનાવવાના મુદ્દે બંને વચ્ચે ઝઘડો થયો.
આ જૂના ઝઘડાની અદાવત રાખીને આ હુમલો કરવામાં આવ્યો થરાદ પોલીસે આરોપી દિનેશ ઠાકોરને કસ્ટડીમાં લીધો તેના સામે હત્યાની કોશિશ હેઠળ ગુનો નોંધી વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી થરાદના ડીવાયએસપી એસ. એમ. વારોતરીયાએ જણાવ્યું કે, આરોપીને ઝડપી લેવામાં આવ્યો અને કેસમાં આગળની તપાસ ચાલુ.
