ગરવી તાકાત પાટણ : પાટણ નગરપાલિકાએ શહેરના રહેણાંક વિસ્તારોમાં પ્રદૂષણ ફેલાવતા અને જોખમી પ્રવૃત્તિઓ કરતા એકમો સામે કડક કાર્યવાહી શરૂ કરી પર્યાવરણની જાળવણી અને જાહેર આરોગ્યને ધ્યાનમાં રાખીને, પાલિકાએ આવા એકમોને નોટિસ ફટકારી પાટણની સોનલ પાર્ક સોસાયટી અને પારેવા સર્કલ પાસે બાબુભાઈ મેમણને નોટિસ આપવામાં આવી આ સ્થળે ભંગારના વાયરો બાળીને તેમાંથી તાર કાઢવાની જોખમી પ્રવૃત્તિ થતી આ પ્રવૃત્તિથી નીકળતા ઝેરી ધુમાડા સ્થાનિક રહીશોના સ્વાસ્થ્ય માટે જોખમી.
પાલિકાએ બાબુભાઈ મેમણને આ પ્રવૃત્તિ સાત દિવસમાં બંધ કરવા તાકીદ કરી જો આદેશનું પાલન નહીં થાય તો જગ્યા સીલ કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી આ ઉપરાંત, સિદ્ધપુર ચોકડી પાસે આવેલી એકવા પ્લાસ્ટિક ઈન્ડસ્ટ્રીઝને પણ નોટિસ ફટકારવામાં આવી અહીં ભંગારના સામાનનો મોટો સંગ્રહ અને જ્વલનશીલ પદાર્થો હોવાને કારણે આગ લાગવાનો ભય.
જાહેર જનતાની સુરક્ષાને ધ્યાનમાં રાખીને, પાલિકાએ આ જગ્યા ખાલી કરવા અને જોખમી પ્રવૃત્તિઓ રોકવાનો આદેશ આપ્યો પાટણ નગરપાલિકાના ચીફ ઓફિસરે જણાવ્યું કે, જો નિયત સમય મર્યાદામાં નોટિસનું પાલન નહીં થાય, તો સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ રૂલ્સ અને ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડના નિયમો હેઠળ કડક કાયદેસરની કાર્યવાહી કરીને જગ્યા સીલ કરવામાં આવશે.
