ગરવી તાકાત હિંમતનગર : હિંમતનગરની કલેક્ટર કચેરીના પોળો હોલ ખાતે કલેક્ટર લલિત નારાયણ સિંઘ સાંદુના અધ્યક્ષસ્થાને પ્રી-મોન્સૂન રિવ્યુ બેઠક યોજાઈ આગામી ચોમાસાની ઋતુને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્રની સજ્જતા ચકાસવા અને પૂર્વ તૈયારીઓના ભાગરૂપે આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું તેનો મુખ્ય ઉદ્દેશ્ય કુદરતી આપત્તિના સમયે જાનમાલનું નુકસાન ઘટાડવાનો કલેક્ટરે તમામ અમલીકરણ અધિકારીઓને સતર્ક રહીને કામગીરી કરવા અને ડિઝાસ્ટર પ્રોટોકોલનું ચુસ્તપણે પાલન કરવા આદેશ આપ્યા તેમણે આગામી વરસાદી સિઝન દરમિયાન તમામ વિભાગો વચ્ચે સંકલન સાધવા પર ભાર મૂક્યો ચોમાસા દરમિયાન સંચાર અને માહિતીના આદાન-પ્રદાનને મહત્વ આપતા, કલેક્ટરે જિલ્લા અને તાલુકા કક્ષાના કંટ્રોલરૂમને કાર્યરત કરવા સૂચના આપી આ ઉપરાંત, દર બે કલાકે વરસાદના આંકડાની સચોટ માહિતી પહોંચાડવા.

અને તમામ મામલતદાર કચેરીઓના લેન્ડલાઈન ફોન સત્વરે ચાલુ કરવા જણાવાયું માર્ગ અને મકાન વિભાગ, પંચાયત, સ્ટેટ અને ફાયર ઓફિસર સહિતના તમામ લાઈન ડિપાર્ટમેન્ટના અધિકારીઓ અને કર્મચારીઓની વિગતો અધતન કરી રજૂ કરવા તેમજ તાલુકા વાઈઝ ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાન તૈયાર કરવા પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો કલેક્ટરે નીચાણવાળા વિસ્તારો, કોઝવે અને વોટર લોગિંગ થતા સ્થળોની યાદી સંબંધિત ગામના તલાટી અને સરપંચના સંપર્ક નંબર સાથે તૈયાર રાખવા તાકીદ કરી વરસાદી પાણીના ભરાવા અને સંભવિત જોખમોને ટાળવા માટે ચોમાસા પૂર્વે ગટર અને નદી-નાળાની સફાઈ પૂર્ણ કરવા સૂચના અપાઈ જોખમી વૃક્ષોનું કટીંગ કરવા તેમજ ભારે વરસાદને કારણે વીજળીના થાંભલા ધરાશાયી થાય તો તેને તાત્કાલિક હટાવી વીજ પુરવઠો પૂર્વવત કરવા આદેશ અપાયા.

રસ્તાના ખાડાનું સમયસર રિપેરિંગ, ડેમમાં બફર ઝોનની જાળવણી અને અંડરબ્રિજમાં પાણી ભરાય ત્યારે બેરિકેટિંગ કરી અવરજવર રોકવા જેવા સુરક્ષાત્મક પગલાં લેવા માટે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું આપત્તિ વ્યવસ્થાપનની સજ્જતાના ભાગરૂપે તરવૈયા અને આપદામિત્રોની યાદી તૈયાર રાખવા તેમજ લાઈફ બોયા, જેકેટ અને જનરેટર જેવા બચાવ સાધનોનું વેરિફિકેશન કરવા બેઠકમાં વિગતવાર ચર્ચા થઈ જોખમી સ્થળોએ રેડિયમ સિગ્નલ મૂકવા અને ભયજનક ઈમારતો તેમજ હોર્ડિંગ્સ ઉતારવાની કામગીરી પૂર્ણ કરવા પર પણ ભાર મુકાયો આ બેઠકમાં નિવાસી અધિક કલેક્ટર ક્રિષ્ના વાઘેલા, પ્રાંત અધિકારીઓ, મામલતદારો, તાલુકા વિકાસ અધિકારીઓ અને ચીફ ઓફિસરો સહિત વિવિધ વિભાગના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા.


