ગરવી તાકાત મહેસાણા : ખેરાલુ તાલુકામાં મનરેગા યોજના અંતર્ગત કથિત કૌભાંડની તપાસ મામલે સરપંચ એસોસિયેશને લોકપાલ સામે મોરચો માંડ્યો સરપંચોએ મામલતદાર અને પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપી લોકપાલની કામગીરી સામે વાંધો ઉઠાવ્યો.

સરપંચોના આક્ષેપ મુજબ, લોકપાલ ગામમાં તપાસ માટે આવે ત્યારે સરપંચોને કોઈ જાણ કરતા નથી તેમણે મનરેગા કાર્યોની એકતરફી તપાસ કરીને સરપંચો વિશેષ રીતે, સરપંચોએ આરોપ મૂક્યો છે કે લોકપાલે 8 કરોડ રૂપિયાનું કૌભાંડ દર્શાવ્યું, જ્યારે વાસ્તવમાં આટલી રકમનું કોઈ કાર્ય થયું જ નથી.
![]()
સરપંચ એસોસિયેશને ચિમકી ઉચ્ચારી કે જો લોકપાલની નિમણૂક રદ નહીં થાય તો આગામી ચૂંટણીમાં કોઈ સરપંચ ભાગ લેશે નહીં. સરપંચોનું કહેવું છે કે લોકપાલની કાર્યપદ્ધતિ તાલુકાના વિકાસ કાર્યોમાં અવરોધરૂપ બની રહી તેમણે લોકપાલને હટાવવાની માંગણી કરી છે.

