ગરવી તાકાત મહેસાણા : વિસનગર શહેરમાં એક ડૉક્ટર પર હુમલાનો કિસ્સો સામે આવ્યો વડનગરની વસંતપ્રભા હોસ્પિટલમાં કાર્યરત ડૉ. વિનીતકુમાર સોલંકી પર તિરુપતિ કોમ્પલેક્ષમાં હુમલો થયો. ડૉ. વિનીતકુમાર તેમના ભાઈ જાગૃત સાથે કાંસા ચોકડી સ્થિત તિરુપતિ કોમ્પલેક્ષમાં સોડા પીવા ગયા.

પાર્કિંગમાં તેઓ હાજર હતા ત્યારે સિધ્ધેશ્વરી સોસાયટીના રહેવાસી રાહુલ પરમાર ત્યાં આવ્યા. રાહુલે ડૉક્ટરને બે મહિના પહેલા તેમના ભાભીને કરેલા ફોન કૉલ અંગે પૂછપરછ કરી. ડૉક્ટરે આ મુદ્દે ચર્ચા કરવાની ના પાડતા રાહુલ ઉશ્કેરાયા તેમણે ડૉક્ટરને અપશબ્દો કહ્યા.

અને પથ્થર વડે માથામાં મારીને જાનથી મારી નાખવાની ધમકી આપી. આ ઘટના અંગે ડૉ. વિનીતકુમારે વિસનગર શહેર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી પોલીસે રાહુલ પ્રહલાદભાઈ પરમાર વિરુદ્ધ ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી.


