બનાસકાંઠા RTO દ્વારા ટ્રાફિક નિયમોનો ભંગ કરનાર 115 વાહનચાલકોના લાઇસન્સ કર્યા સસ્પેન્ડ…

July 15, 2025

ગરવી તાકાત બનાસકાંઠા : બનાસકાંઠા RTOએ ટ્રાફિક નિયમોનો ભંગ કરી તેમજ નશીલા પદાર્થોનું સેવન કરી વાહન ચલાવતા 115 જેટલા વાહન ચાલકોના લાયસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યા તેમજ ત્રણ માસ દરમિયાન વાહન ચેકિંગમાં 6,151 ચલણો આપી રૂપિયા 2.49 કરોડ દંડ ફટકારવામાં આવ્યો.

બનાસકાંઠા આરટીઓની વાહન ચાલકો સામે લાલ આંખ – Rakhewal Daily

RTO દ્વારા ટ્રાફિકના નિયમનો ભંગ કરતા વાહન ચાલકો સામે પણ કાર્યવાહી કરવામાં આવતી હોય છે તે જ રીતે બનાસકાંઠા જિલ્લામાં એપ્રિલ, મે અને જૂન આ ત્રણ મહિના દરમિયાન RTO વિભાગ દ્વારા વાહન ચાલકો સામે કાર્યવાહી કરવામાં આવી.

ચાલું વાહને મોબાઇલ પર વાત કરતાં અને રોંગ સાઈડવાળાના લાઇસન્સ સસ્પેન્ડ |  Sandesh

જેમાં નિયમો વિરુદ્ધ વાહન ચલાવતા હોય, દારૂ પીને વાહન ચલાવતા હોય તેમજ હેલ્મેટ કે સીટબેલ્ટ વગર વાહન ચલાવતા હોય તેમજ અકસ્માતો કરેલા હોય તેવા 115 જેટલા વાહન ચાલકોના લાઇસન્સો સસ્પેન્ડ કરવામાં આવ્યા. ઉપરાંત ત્રણ મહિના દરમિયાન વાહન ચેકિંગમાં ટ્રાફિક નિયમનો ભંગ કરનાર 6,151 ચલણ આપી રૂપિયા 2.49 કરોડનો દંડ ફટકારવામાં આવ્યો.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0