સાંકળચંદ પટેલ કોલેજ ઓફ એન્જીનીયરીંગ વિસનર ખાતે “ENGINEER’S DAY”ની ભવ્ય ઊજવણી

September 14, 2024

એન્જીનીયરીંગ ડે અંતર્ગત વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું

પ્રોગ્રામમાં ૨૫૦ થી વધુ  વિધાર્થીઓ તથા અધ્યાપકોએ ઉત્સાહભેર ભાગ લીધો

ગરવી તાકાત, વિસનગર તા. 14 – તાજેતરમાં સાંકળચંદ પટેલ કોલેજ ઓફ એન્જીનીયરીંગ, વિસનગર ખાતે  તા. ૧૩ સપ્ટેમ્બર, ૨૦૨૪ ના રોજ “ENGINEER’S DAY” ની ઉજવણી કરવામાં આવી હતી. આ અંતર્ગત વિવિધ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ડૉ. રાજેશ પી. પટેલ દ્વારા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ટૂલ્સ (AI TOOLS) પર વ્યાખ્યાન આપવામાં આવ્યું હતું.

ત્યાર બાદ એન્જીનીયરીંગના વિધાર્થીઓ દ્વારા ક્વિઝ સ્પર્ધાનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિવિધ બ્રાંચના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. ડૉ.વિકાસ ભાવસાર,પ્રો. સુજિત વેલ્લોર નાયર, પ્રો.ધવલ પટેલ દ્વારા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ટેકનોલોજીનો વિવિધ ક્ષેત્રોમાં ઉપયોગ પર માહિતી આપવામાં આવી હતી. આ પ્રોગ્રામમાં ૨૫૦ થી વધુ  વિધાર્થીઓ તથા અધ્યાપકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.

ડૉ. દિલિપ એસ.પટેલ (Hod MECH.), પ્રો. વિવેક કે. શાહ અને ડૉ. રાજેશ પી. પટેલે  સમગ્ર કાર્યક્રમનું સંચાલન કર્યું હતું. સાંકળચંદ પટેલ યુનિવર્સિટીના પ્રમુખ શ્રી પ્રકાશભાઈ પટેલ અને પ્રોવોસ્ટ શ્રી ડો.પ્રફુલકુમાર ઉદાણી તથા ડાયરેક્ટ ડો. હેતલ એન. શાહ અને પ્રિન્સીપાલ ડો. પિયુષ જે. પટેલે કાર્યક્રમને સફળ બનાવવા જરૂરી માર્ગદર્શન અને સહયોગ પુરો પાડ્યો હતો.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0