પાટણ જિલ્લામાં ભાજપ દ્વારા સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓના નવા હોદ્દેદારોની નિમણૂક માટે સેન્સ પ્રક્રિયા શરૂ….

May 2, 2026

ગરવી તાકાત પાટણ : પાટણ જિલ્લામાં ભાજપ દ્વારા સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓના નવા હોદ્દેદારોની નિમણૂક માટે સેન્સ પ્રક્રિયા શરૂ કરવામાં આવી પ્રદેશ ભાજપ દ્વારા નિયુક્ત ત્રણ નિરીક્ષકો જિલ્લાની તાલુકા પંચાયતો અને ચૂંટાયેલા સદસ્યોના અભિપ્રાય લઈ રહ્યા જિલ્લા ભાજપ કાર્યાલય ‘કમલમ્’ ખાતે પ્રમુખ, ઉપપ્રમુખ અને કારોબારી સમિતિના ચેરમેન,પક્ષ ના નેતા અને દંડક સહિતના પદાધિકારીઓની પસંદગી માટે આ પ્રક્રિયા હાથ ધરવામાં આવી પ્રદેશ ભાજપ દ્વારા આ માટે ત્રણ નિરીક્ષકોની નિમણૂક કરાઈ સુરેન્દ્રનગર પ્રદેશ કારોબારી સભ્ય દિલીપ પટેલ,કિસાન મોરચાના રાષ્ટ્રીય મહામંત્રી બાબુભાઈ જેબલિયા અને પ્રદેશ મંત્રી આશાબેન નકુમ. આ નિરીક્ષકો ચૂંટાયેલા સદસ્યો અને પદાધિકારીઓ સાથે રૂબરૂ મળીને અભિપ્રાયો મેળવશે.

Patan BJP Sans Process Begins For Taluka Panchayat New Office Bearers

પ્રથમ દિવસે ચાણસ્મા, હારીજ, સમી, શંખેશ્વર, રાધનપુર, સાંતલપુર અને સરસ્વતી સહિત સાત તાલુકા પંચાયતોના પ્રમુખ, ઉપપ્રમુખ અને કારોબારી સમિતિના ચેરમેન પદ માટે સેન્સ પ્રક્રિયા હાથ ધરાઈ બીજા દિવસે પાટણ અને સિદ્ધપુર નગરપાલિકાના પ્રમુખ-ઉપપ્રમુખ માટે સદસ્યોના અભિપ્રાય લેવાશે ત્યારબાદના દિવસે જિલ્લા પંચાયતના પદાધિકારીઓની પસંદગી માટે પ્રક્રિયા હાથ ધરવામાં આવશે આ પ્રક્રિયામાં જિલ્લાની કુલ બે નગરપાલિકાઓ અને તમામ પંચાયતોના માળખાને આવરી લેવાશે.

નિરીક્ષકો દ્વારા લેવાયેલા અભિપ્રાયોનો અહેવાલ આગામી સપ્તાહમાં જિલ્લા સંકલન સમિતિને સુપરત કરાશે ત્યારબાદ આ અહેવાલ પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડ સમક્ષ રજૂ થશે પ્રદેશ ચૂંટણી સમિતિની બેઠકમાં નામો પર આખરી મહોર લાગશે જેના આધારે જિલ્લાની તમામ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓના નવા હોદ્દેદારોની સત્તાવાર જાહેરાત કરાશે. નોંધનીય કે સિદ્ધપુર અને પાટણ તાલુકા પંચાયત હાલ કોંગ્રેસના શાસન હેઠળ આ પ્રક્રિયા દરમિયાન પાટણના સાંસદ ભરત ડાભી, જિલ્લા ભાજપ પ્રમુખ રમેશ સિંધવ તેમજ ત્રણેય મહામંત્રીઓ સંજયભાઈ પટેલ, બાબુજી ઠાકોર અને લાલજીભાઈ દેસાઈ ઉપસ્થિત રહ્યા.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0