સિદ્ધપુરમાં પૈસાના જૂના હિસાબ બાબતે વકીલ પર લોખંડના છરા વડે જીવલેણ હુમલો…..

May 2, 2026

ગરવી તાકાત પાટણ : સિદ્ધપુરમાં પૈસાના જૂના હિસાબ બાબતે એક વકીલ પર લોખંડના છરા વડે જીવલેણ હુમલો કરવામાં આવ્યો રાત્રિના સમયે પોતાના ઘરે જઈ રહેલા વકીલને મંગલદીપ સોસાયટીના એક રહીશે રોકીને હુમલો કર્યો આ ઘટનામાં વકીલને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી જેના કારણે તેમને સિદ્ધપુર સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયા સિદ્ધપુરની હરસિદ્ધ નગર સોસાયટીમાં રહેતા વકીલ 2 મે, 2026 ના રોજ રાત્રિના 1:15 વાગ્યે શંકરપુરાથી પોતાના ઘરે એક્ટિવા પર જઈ રહ્યા.

Latur Crime News : वेश्या व्यवसायास भाग पाडल्याने शबानाने हनुमंतचा काढाला  काटा

શંકરપુરા અને હરસિદ્ધ નગર સોસાયટી વચ્ચે મંગલદીપ સોસાયટીમાં રહેતા સુરેશભાઈ શ્રીમાળીએ તેમને રોક્યા સુરેશભાઈએ વકીલ સાથે મજીયારાના પૈસાના હિસાબ બાબતે ગાળાગાળી કરીને ઝઘડો શરૂ કર્યો ઝઘડા દરમિયાન ઉશ્કેરાયેલા સુરેશભાઈએ વકીલને જાનથી મારી નાખવાના ઈરાદે તેમના માથાના ભાગે લોખંડના છરા વડે હુમલો કર્યો વકીલે પોતાનો બચાવ કરવા માટે છરો પકડવાનો પ્રયાસ કરતા તેમને જમણા હાથના અંગૂઠા અને ડાબા હાથની બે આંગળીઓમાં પણ ઈજાઓ થઈ વકીલે બૂમાબૂમ કરતા આસપાસના લોકો એકઠા થઈ ગયા.

Siddhpur Oil Mill Accident; Worker Dies After Machine Mishap

જેના કારણે આરોપી સુરેશભાઈ ત્યાંથી રવાના થઈ ગયા જતા પહેલા તેમણે વકીલને “આજે તો બચી ગયો પણ હવે પછી જાનથી મારી નાખીશ” તેવી ધમકી આપી લોહીલુહાણ હાલતમાં વકીલને અન્ય એક વ્યક્તિ દ્વારા એક્ટિવા પર સિદ્ધપુર સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા ત્યાં તેમને માથાના ભાગે 17 ટાંકા આવ્યા આ મામલે સિદ્ધપુર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો અને પોલીસ સબ ઇન્સ્પેક્ટર પ્રવીણકુમાર ખાનાભાઈ પરમારે વધુ તપાસ હાથ ધરી.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0