વિપુલ ચૌધરી સહિત 15 સાગરદાણ કેસમાં દોષિત, તમામને 7 વર્ષની સજાનું ફરમાન   

July 13, 2023

દૂધસાગર ડેરીના સાગર દાણ કૌભાંડ કેસમાં વિપુલ ચૌધરી સામે મહેસાણા કોર્ટમાં કેસ ચાલી રહ્યો હતો 

દૂધસાગર ડેરીના તત્કાલીન ચેરમેન વિપુલ ચૌધરી સહિત 22 લોકો આ કેસમાં આરોપી હતા

ગરવી તાકાત, મહેસાણા તા. 13- દૂધસાગર ડેરીના સાગર દાણ કૌભાંડ કેસમાં વિપુલ ચૌધરી સામે મહેસાણા કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે. જેમાં મોટા અપડેટ સામે આવ્યા છે. વિપુલ ચૌધરી સાગરદાણ કેસમાં દોષિત જાહેર થયા છે. આજે સાગરદાણ કૌભાંડ કેસનો ચુકાદો આવ્યો છે. જેમાં વિપુલ ચૌધરી સહિત 15 આરોપીઓ દોષિત જાહેર થયાં છે.

આ તમામને મહેસાણા કોર્ટે 7 વર્ષની સજા સંભળાવી છે. વિપુલ ચૌધરી સહિત તમામ આરોપીઓને 7 વર્ષની સજા કરાઈ છે. તમામ 15 આરોપીઓને જ્યુડિશિયલ કસ્ટડીમાં લઇ જવાશે. કેસની વિગત એવી છે કે, 2013 ના વર્ષમાં રૂ.22.50 કરોડનું મહારાષ્ટ્રમાં સાગરદાણ મોકલાવ્યું હતું. 2014 માં વિપુલ ચૌધરી સહિતના આરોપીઓ સામે ફરિયાદ નોંધાઈ હતી હતી. સાગરદાણ કૌભાંડમાં પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરી સામે 21 હજાર પાનાની ચાર્જશીટ દાખલ થઈ હતી. ત્યારે કેસના તમામ 15 આરોપી કસૂરવાર સાબિત થયા છે.

આજે સાગરદાણ કૌભાંડ કેસનો ચુકાદો આવ્યો છે. દૂધસાગર ડેરીના તત્કાલીન ચેરમેન વિપુલ ચૌધરી સહિત 22 લોકો આ કેસમાં આરોપી હતા. ચુકાદા પહેલા જ 22 આરોપીઓ પૈકી 3 આરોપીના મૃત્યુ થયા છે. આ કેસમાં 23 સાક્ષીઓની જુબાની લેવામાં આવી હતી. સાગરદાણ કૌભાંડમાં 19 પૈકી 4 અધિકારીઓને શંકાનો લાભ મળતા તેમને અપીલ પિરિયડ સુધીમાં 50,000ના જાત મુચરકાના જામીન પણ છોડવામાં આવ્યા છે. આ સિવાય 13 નિયામક મંડળના સભ્યો અને બે અધિકારીઓને દોષિત ઠેરવવામાં આવ્યા છે જેમાં વિપુલ ચૌઘરીનો પણ સમાવેશ થાય છે.

આટલી કલમો લવગાઈ, સજાની શું જોગવાઈ

  • IPC કલમ 406 માં ગુનાહિત વિશ્વાસઘાત, 3 વર્ષ સુધીની સજાની જોગવાઈ
  • કલમ 420 માં ઠગાઈ, 7 વર્ષ સુધીની સજાની જોગવાઈ
  • કલમ 465 માં ખોટો દસ્તાવેજ બનાવવો, 2 વર્ષ સુધીની સજા ની જોગવાઈ
  • કલમ 468 માં ઠગાઈ કરવાના હેતુથી ખોટો દસ્તાવેજ બનાવવો, 7 વર્ષ સુધીની સજા ની જોગવાઈ
  • કલમ 471 માં બનાવટી દસ્તાવેજ હોવા છતાં ખરા તરીકે ઉપયોગ કરવો, 2 વર્ષ સુધીની સજા ની જોગવાઇ
  • કલમ 120B, કાવતરું ની કલમ લગાવાઈ
  • કલમ 114 માં મદદગારી ની કલમ લગાવાઈ

સજા પામેલ આરોપી

  • ચૌધરી વિપુલભાઈ માનસિંહભાઈ
  • મોદી રશ્મિકાંત – કર્મચારી પૂર્વ
  • પટેલ પ્રથમેશભાઈ રમેશભાઈ
  • નિશિથ બક્ષી – પૂર્વ એમડી
  • જલાબેન દેસાઈ સભ્ય
  • ચંદ્રિકાબેન – સભ્ય
  • રબારી ઝેબરબેન – સભ્ય
  • ચૌધરી જોઈતાભાઈ
  • પટેલ જયંતીભાઈ ગિરધરભાઈ
  • રબારી કરશનભાઇ
  • ઠાકોર જેઠાજી
  • ઠાકોર વીરેન્દ્રસિંહ
  • ઈશ્વરભાઈ પટેલ
  • ચૌધરી ભગવાનભાઈ
  • ચૌધરી દિનેશભાઇ દલજીભાઈ
  • શંકા નો લાભ આપીને છોડાયેલ આરોપી
  • ઈશ્વરભાઈ પ્રભુદાસ
  • પ્રવીણભાઈ
  • બીપીનચંદ્ર મોહનલાલ
  • પ્રભાત ખોડાભાઇ
garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0