હિંમતનગરના ગાયત્રી મંદિર રોડ પર આવેલી અયોધ્યાપુરી સોસાયટીના બંધ મકાનને તસ્કરોએ બનાવ્યું નિશાન….

May 25, 2026

ગરવી તાકાત હિંમતનગર : હિંમતનગરના ગાયત્રી મંદિર રોડ પર આવેલી અયોધ્યાપુરી સોસાયટીમાં ગત રાત્રિએ એક બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું વેકેશન ગાળવા વતનમાં ગયેલા એક્સ આર્મીમેન જીતેન્દ્રસિંહ પરમારના મકાનનું તાળું તોડી તસ્કરો સોનાના દાગીના અને રોકડ રકમની ચોરી કરી ફરાર થઈ ગયા પાડોશીએ આ અંગે મકાન માલિક અને પોલીસને જાણ કરતા હિંમતનગર એ-ડિવિઝન પોલીસે ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી.

પ્રાપ્ત માહિતી અનુસાર, અયોધ્યાપુરી સોસાયટીના મકાન નંબર 9માં રહેતા જીતેન્દ્રસિંહ તુલસીસિંહ પરમાર તેમના પરિવાર સાથે 18 એપ્રિલે અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના વાટડા ગામે વતનમાં ગયા આ દરમિયાન ગત રાત્રિએ તસ્કરોએ તેમના બંધ મકાનના દરવાજાનું તાળું તોડી અંદર પ્રવેશ કર્યો અને તિજોરી તોડી તેમાંથી કિંમતી સામાન ચોરી લીધો રવિવારે સવારે પાડોશીને ચોરી થયાની જાણ થતાં તેમણે તાત્કાલિક મકાન માલિક જીતેન્દ્રસિંહ અને પોલીસ કંટ્રોલ રૂમ 112 પર જાણ કરી.

મકાન માલિક જીતેન્દ્રસિંહ પરમારે ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું કે તસ્કરો બેડરૂમમાં રાખેલી તિજોરી તોડી અંદાજે બે તોલાની સોનાની ચેન બે તોલાનું મંગળસૂત્ર અને આશરે બે ગ્રામની કાનની વાળી ચોરી ગયા આ ઉપરાંત, બાળકોના બચતના ગલ્લામાંથી આશરે 40 હજાર રૂપિયા અને અન્ય છૂટા 5 હજાર રૂપિયા મળી કુલ 45 હજાર રૂપિયાની રોકડ પણ ચોરી થઈ પોલીસે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી શરૂ કરી.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0