ગરવી તાકાત અરવલ્લી : બાયડના અમિયાપુરમાં વીજ કનેક્શન કાપવા બાબતે એક 66 વર્ષીય વૃદ્ધની હત્યા કરવામાં આવી પાડોશીએ તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકીને આ ઘટનાને અંજામ આપ્યો પોલીસે આ મામલે તપાસ હાથ ધરી પોલીસ ફરિયાદ મુજબ, અમિયાપુરના સિકોતર ફળીમાં રહેતા મહેન્દ્રપ્રસાદ અંબાલાલ વ્યાસ નિવૃત્ત જીવન જીવતા તેમનું નવું મકાન બની રહ્યું હોવાથી તેઓ છેલ્લા પંદર દિવસથી પટેલ ફળિયામાં ભાડાના મકાનમાં રહેતા.
![]()
મહેન્દ્રપ્રસાદના ભાડાના મકાનના વીજ મીટરમાંથી બાજુમાં ભાડે રહેતા નગીનભાઈ બાલાભાઈ વાળંદે ગેરકાયદે વીજ કનેક્શન લીધું ગત 12 મેના રોજ રાત્રે નગીનભાઈએ કારણ વિના રસ્તામાં લાઈટો ચાલુ રાખી આથી મહેન્દ્રપ્રસાદે તેમને ઠપકો આપ્યો અને ગેરકાયદે વીજ કનેક્શન કાપી નાખ્યું આ બાબતની અદાવત રાખીને નગીનભાઈએ તે જ દિવસે મહેન્દ્રપ્રસાદને ધમકી આપી કે.

હવે તને ચમત્કાર બતાવવો પડશે શનિવારે સવારે આશરે 5 વાગ્યે મહેન્દ્રપ્રસાદ વ્યાસ પોતાના નિત્યક્રમ મુજબ ગામમાં દૂધ મંડળી પાસે આવેલી તેમની દુકાને જવા નીકળ્યા 108ના ડોક્ટરે તપાસીને મહેન્દ્રપ્રસાદને મૃત જાહેર કર્યા તેમની લાશ પાસેથી તેમનો મોબાઈલ ફોન ગાયબ મળ્યો પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ.


