મોહનથાળના પ્રસાદ વિવાદમાં આજે યાત્રાધામ અંબાજી સજ્જડ બંધ

March 11, 2023

વિશ્વ હિન્દુ પરિષદ, અંબાજી હિત રક્ષક સમિતિ સહિતના હિન્દૂ સંગઠનો અને સંસ્થાઓ મેદાને

મોહનથાળના બદલે ચીક્કી અપાતા ભક્તો ભારે નારાજ છે

ગરવી તાકાત, અંબાજી તા. 11-  આજે અંબાજી સજ્જડ બંધનું રહ્યું છે. મોહનથાળના બદલે ચીક્કી અપાતા ભક્તો ભારે નારાજ છે, એક અઠવાડિયાથી મોહનથાળનો પ્રસાદ બંધ કરવામાં આવ્યો છે. જે બાદ હવે વિશ્વ હિન્દુ પરિષદ, અંબાજી હિત રક્ષક સમિતિ સહિતના હિન્દૂ સંગઠનો અને સંસ્થાઓ મેદાને આવી હતી અને શનિવારે અંબાજી બંધનું એલાન આપ્યું હતું. શક્તિપીઠ અંબાજી મંદિરમાં પ્રસાદનો વિવાદ વકર્યો છે.

અત્રે મંદિરમાં દર્શનાર્થે આવતા ભક્તોને મોહનથાળનો પ્રસાદ અપાતો. આ મોહનથાળનો સ્વાદ, માતાજીના દર્શન સાથે અનેરા પ્રસાદનો લાભ લેવા અહીં ભક્તો દેશ-વિદેશથી આવે છે. મોહનથાળના પ્રસાદ સાથે અહીં ભક્તોની લાગણી જોડાઈ રહી છે. પરંતુ એકાએક કોઈને જાણ સુદ્ધા કર્યા વગર જ મંદિરમાં એક જ ઝાટકે મોહનથાળનો પ્રસાદ આપવાનું બંધ કરી દેવાયું અને તેની જગ્યાએ ચીક્કીનો પ્રસાદ અપાવા લાગ્યો. આ થયાના પહેલા દિવસથી જ ભક્તોમાં રોષ ફાટી નીકળ્યો છે. પ્રથમ દિવસે જ કેટલીક મહિલાઓ જ્યાંથી પ્રસાદ ખરીદવાનો હોય એ સ્ટોલ પર રકઝક કરતી નજરે પડી હતી.

જેનો વીડિયો વાઈરલ થઈ જતા સમગ્ર ભક્તગણમાં વાયુવેગે વાત ફેલાઈ ગઈ હતી અને એક સાથે વિરોધનો સૂર ઉઠ્યો હતો. અંબાજી મંદિરમાં વર્ષોથી મોહનથાળનો જ પ્રસાદ અપાઈ છે. દરેક ધાર્મિક સ્થાને તેના પ્રસાદ વનગીનું અનેરું મહત્વ હોય છે, તેવી જ રીતે અંબાજી માબ્દીરે આ મોહનથાળ પ્રસાદ પણ ખૂબ જાણીતો છે. મોહનથાળનો પ્રસાદ બંધ કરવા મામલો હવે પેચીદો બનતો જાય છે.

આદ્ય શક્તિમાં જગદઅંબાનું મંદિર વિક્રમ સંવત 1137 થી એટલે કે આશરે 900 વર્ષ પહેલાં મહારાજ સાહેબ જસરાજસિંહ દાંતા સ્ટેટ દ્વારા નિર્માણ કરવામાં આવ્યું. ત્યારથી અવિરત પણે ચોખ્ખા ઘી માં મર્યાદાઓને અનુસરી બનાવતો મોહનથાળ પ્રસાદ માતાજીને ધરાવવામાં આવતો પ્રસાદ તરીકે જગવિખ્યાત છે. હવે આ વિવાદમાં ભક્તો સહિત સંસ્થાઓ, સંગઠનો, ભૂદેવો દ્વારા વિરોધ થઈ રહ્યો છે. દિવસેને દિવસે વિવાદ ઘેરો બનતો જાય છે. વિધાનસભામાં પણ પડઘા પડ્યા છે.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0