કડી પાલિકાના કચરો ભરીને જતું ટ્રેક્ટર જ રસ્તામાં કચરો નાખતો જતું હોય તેવું જોવા મળતા લોકોમાં રોષ

November 5, 2022

— કચરાનો નિકાલ કરતાં ટ્રેકટર જ ગંદકીનું કારણ :

ગરવી તાકાત મહેસાણા :  કડીમાં ડોર ટુ ડોર કચરો ઉઘરાવ્યા બાદ ટ્રેક્ટર ટ્રોલી માંથી ઉડતો કચરો રાહદારીઓ માટે મુશ્કેલી રૂપ થતું હોય તેવું  જોવા મળી રહી છે  કડી નગરપાલિકા દ્વારા કડી શહેરના વિસ્તારો તેમજ સોસાયટીઓ અને ડોર ટુ ડોર કચરો એકત્રિત કર્યા બાદ ટ્રેક્ટરની ટોલીમાં ભરીને કડીના આદુંદરા રોડ ઉપર આવેલ ડમ્પીંગ સાઈડમાં ખાલી કરવામાં આવે છે પરંતુ નગરપાલિકાના ટ્રેક્ટરની ટ્રોલીમાં કચરો ભરીને જાય છે ત્યારે રસ્તા ઉપર જ ઢોડતું જતું હોય તેવું કડી ના રસ્તાઓ ઉપર જોવા મળ્યું હતું.
કડી પાલિકા દ્વારા ડોર ટુ ડોર કચરો એકત્રિત કર્યા બાદ ટ્રેકટકર ટ્રોલીમાં જતો કચરો હવામાં ઉડવાની સાથે રસ્તા ઉપર પડે છે. જેના કારણે વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. જેથી ડમ્પીંગની જગ્યાએ લઇ જવામાં કચરાની ટ્રોલી ઉપર કંતાન, તાડપત્રી ઢાંકવાની સાથે તકેદારીના પગલા ભરાય તેવી માંગ ઉભી થઇ છે.
કડી નગરપાલિકા દ્વારા શહેરમા સ્વચ્છતા જાળવવા અને આરોગ્યતા પ્રશ્રો ન સર્જાય તે મોટે ડોર ટુ ડોર અને કેટલીક જગ્યાએ ગેટ ટુ ગેટ કચરો એકિત્રત કરવાના કોન્ટ્રાકટ આપવામાં આવ્યા છે. પરંતુ આજે પણ શહેરના સંખ્યાબંધ વિસ્તારમા સાફ સફાય અસરકારક નથી જે જગ્યાએ કચરાપેટી મુકવામાં આવી છે તે ભરાઇ જાય ત્યાં સુધી લઇ જવામાં આવતી નથી . બીજી તરફ ડોર ટુ ડોર કચરો ઉઘરાવવામાં આવી રહયો છે જે ટ્રેકટર ટ્રોલીમાં નાંખવામાં આવે છે. શહેરમાંથી કચરો એકત્રિત કરીને ટ્રેકકરો દ્વારા કડીના થોળ રોડ ઉપર આવેલ ડિમ્પંગ જગ્યા ઉપર ઠાલવવામાં આવે છે.
પરંતુ શહેરમાં વિવિધ સ્થળેથી ખુલ્લા ટ્રેકટર ટ્રોલીમાં કચરો લઇ જવામાં આવતા રસ્તામાં ઠેરઠેર કચરો વેરાતા જાય છે. ઘણીવાર તો ઓવર લોડ કચરો ભરાયો હોવાથી રસ્તા પર વધુ વેરાય છે. ટ્રેકટર ચાલે ત્યાર હલકો કચરો હવામાં ઉડવાની સાથે રસ્તા ઉપર પડે છે. જેના કારણે પાછળ આવતા વાહન ચાલકોને આંખમાં આવા કચરો પડતો હોય છે. ધૂળ હોવાથી પવનને લીધે પાછળ આવતા ચાલકોને વાહન ચલાવવામાં ઘણી પરેશાની ભોગવવી પડે છે અને અકસ્માતનો ભય સતાવતો હોય છે. ત્યારે કચરો લઇ જતા વાહનની ટ્રોલી ઉપર કંતાન કે તાડપત્રી ફરજીયાત ઢાંકવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. આ અંગે નગરપાલિકાના સત્તાધિશો દ્વારા પણ કાર્યવાહી થાય તે જરૂરી છે.
તસવિર અને અહેવાલ : જૈમિન સથવારા – કડી
garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0