ગરવી તાકાત થરાદ : રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી નજીક આવતાની સાથે ભાજપ સરકારની મુશ્કેલીમાં વધારો જોવા મળી રહ્યો છે ત્યારે રાજ્યના પૂર્વ ગૃહમંત્રી વિપુલ ચૌધરીની ધરપકડ બાદ સમગ્ર ઉત્તર ગુજરાતમાં ચૌધરી સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે જે અંતર્ગત આજે ડીસામાં અર્બુદા સેના દ્વારા નાયબ કલેકટરને આવેદનપત્ર આપી વિપુલ ચૌધરીને તાત્કાલિક મુક્ત નહીં
કરાય તો સરકારને ઘર ભેગી કરવાની ચીમકી ઉચ્ચારી હતી.
કરાય તો સરકારને ઘર ભેગી કરવાની ચીમકી ઉચ્ચારી હતી.રાજ્યના પૂર્વ ગૃહ મંત્રી અને દૂધસાગર ડેરીના પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરી સામે સરકારે 800 રૂપિયાના કથિત કૌભાંડની તપાસ અંતર્ગત ક્રાઈમ બ્રાન્ચ દ્વારા તેઓની ગાંધીનગર ખાતેથી ગુરુવારે રાત્રે ધરપકડ કરવામાં આવી હતી. વિપુલ ચૌધરી છેલ્લા કેટલાક સમયથી સમગ્ર ઉત્તર ગુજરાતના ગામેગામ ફરી અર્બુદા સેનાનું સંગઠન ઊભું કરી રહ્યા હતા. જેથી સરકારને આ સંગઠન આગામી ચૂંટણીમાં નુકસાન કરે તેવી ભીતિ હોઇ વિપુલ ચૌધરીને દૂધસાગર ડેરીના જુના કૌભાંડના કેસો માં ફરી ક્રાઈમ બ્રાન્ચે ₹800 કરોડનું વિપુલ ચૌધરીએ કૌભાંડ કર્યું હોવાની તારણ કાઢી ધરપકડ કરી હતી.
તેમની ધરપકડ થતા સમગ્ર ઉત્તર ગુજરાતમાં ચૌધરી સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને અર્બુદા સેના દ્વારા ઠેર ઠેર આવેદનપત્ર આપવાનો કાર્યક્રમ યોજાયો હતો. જે અંતર્ગત આજે થરાદમાં અર્બુદા સેના દ્વારા નાયબ કલેક્ટર કચેરી ખાતે વિશાળ સંખ્યામાં ચૌધરી સમાજના આગેવાનો એકત્ર થઈ આવેદનપત્ર આપ્યું હતું અને જો વિપુલ ચૌધરી ને તાત્કાલિક મુક્ત કરવામાં નહીં આવે તો આ ભાજપ સરકારને ઘર ભેગી કરવાની ચીમકી ઉચ્ચારી હતી જ્યારે આજે અર્બુદા સેનાના હોદેદારો આગેવાનો કાર્યકતાઓ સાથે વિવિધ સંગઠનો ના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા અને સરકાર સામે વિરોધ નોંધાવ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
તસવિર અને અહેવાલ : નયન ચૌધરી – થરાદ


