ગરવી તાકાત બનાસકાંઠા : ડીસા તાલુકાના જૂના ડીસાના ઇસ્લામપુરા વિસ્તારમાં લોનના હપ્તાના વિવાદને કારણે જૂથ અથડામણ થઈ આ ઘટનામાં એક યુવક અને તેના મિત્રો પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો જેમાં યુવકને ડાબા હાથે ફ્રેક્ચર સહિત ગંભીર ઈજાઓ પહોંચી હુમલાખોરોએ વાહનોમાં પણ તોડફોડ કરી જે અંગે ડીસા રૂરલ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ ફરિયાદ મુજબ, સહનવાજ બજારમાં ત્યારે સહેઝાદ (ઉર્ફે સુજાન) હનીફમોહમ્મદ ઘાસુરા ત્યાં આવ્યો સહેઝાદે ફરિયાદીના ભાઈ વસીમને ‘લોનના હપ્તા ભરી દેજે’ તેમ કહી ગાળાગાળી કરી ઝઘડો કર્યો.

આ બાબતે રાત્રે ફરિયાદી અને તેમના મિત્રો સહેઝાદના પિતા હનીફભાઈને ઠપકો આપવા ગયા ત્યારે મામલો વધુ બિચક્યો સહેઝાદ ઘરમાંથી લોખંડની પાઈપ લઈને આવ્યો અને ફરિયાદી પર હુમલો બચાવ કરવા જતાં ફરિયાદીને ડાબા હાથે પાઈપ વાગતા ગંભીર ઈજા થઈ આ ઉપરાંત, હનીફભાઈ, તેમનો બીજો દીકરો સમદ અને અન્ય એક શખ્સ ફહીમ મકબૂલ ઘોરીએ ભેગા મળીને ફરિયાદીના ભાઈઓ અને મિત્રોને ગડદાપાટુનો માર માર્યો હુમલાખોરોએ ફરિયાદીની મોટરસાયકલ અને સ્કૂટરને પણ નુકશાન પહોંચાડ્યું આસપાસના લોકો એકઠા થઈ જતાં હુમલાખોરો ત્યાંથી નાસી છૂટ્યા.

અને જતા જતા જો બીજી વાર આ બાજુ દેખાશો તો જાનથી મારી નાખીશું તેવી ધમકી આપી બનાવના પગલે પરિવારજનો ઈજાગ્રસ્ત શાહનવાજ શેખને તાત્કાલિક પાલનપુર સિવિલ અને ત્યારબાદ ડીસાની ખાનગી ઓર્થોપેડિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા જ્યાં એક્સ-રેમાં હાથમાં ફ્રેક્ચર હોવાનું નિદાન થયું પોલીસે ઈજાગ્રસ્તની ફરિયાદના આધારે મોહમદ હનીફ શિકંદરખાન ઘાસુરા મહમદ સહજાદખાન (ઉર્ફે સુજાન), સમદ હનીફમોહમ્મદ ઘાસુરા અને ફહીમ મકબૂલ ગોરી સામે રાયોટિંગ, હુમલો અને ધમકી આપવા બદલ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી.


