બાવલુ પોલીસ ઊંઘતી રહી ને LCBએ દારૃ ઝડપ્યો : બાલાસરથી અમદાવાદ જઇ રહ્યો હતો દારૂ

September 15, 2022

— 750 લિટર દેશી દારૂ ઝડપાયો :

ગરવી તાકાત મહેસાણા : કડી તાલુકાના બાવલું પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ ઝાલા સર પાટિયા પાસેથી એલસીબીએ 750 લીટર દેશી દારૂ સાથે એક ઈસમની ધરપકડ કરીને ત્રણ ઇસમો વિરુદ્ધ ગુનો દાખલ  બાવલુ પોલીસ સ્ટેશનમાં કરાયો હતો

— કડીના બલાસર થી અમદાવાદ જઈ રહ્યો હતો દારૂ :

કડી તાલુકાના અલગ અલગ વિસ્તારમાં મહેસાણા LCBના સ્ટાફના માણસો પેટ્રોલીંગ કરી રહયા હતા જે દરમ્યાન LCB પોલીસ સ્ટાફના માણસો બાવલુ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ સાલાસર પાટિયા પાસે પહોંચતા  ખાનગી રાહે બાતમી મળી હતી કે કડીના બલાસર ગામેથી  GJ 18 AH 5382 નંબરની વેગેનાર ગાડી અમદાવાદ દેશી દારૂનો જથ્થો ખાલી કરવા જઇ રહી છે જે હકીકતના આધારે એલસીબીના સ્ટાફના માણસો વોચ ગોઠવીને ઊભા હતા જે દરમ્યાન ઉપરોક્ત નંબરવાળી ગાડી આવી રહી હતી જેને કોર્ડન કરીને ઉભી રાખતા અને ગાડીની અંદર તલાસી લેતા અલગ અલગ નાના મોટા થેલામાંથી દેશીદારૂ નો જથ્થો મળી આવ્યો હતો

— LCBએ ₹.1,66,580નો મુદ્દામાલ જપ્ત કર્યો :

કડી તાલુકાના ઝાલાસર પાટિયા પાસેથી કડીના બલાસર થી દેશી દારૂનો જથ્થો ભરીને ગાડી જઈ રહી હતી તે દરમ્યાન એલસીબીએ ગાડી સહિત એક ઈસમની ધરપકડ કરી હતી  પોલીસે વેગેનાર ગાડી માંથી 750 લીટર દેશીદારૂ નો જથ્થો ઝડપ્યો હતો અને અશ્વિન જોષી રહે અમદાવાદ ની ધરપકડ કરી હતી તેમજ પોલીસે  જેની પૂછતાછ કરતા તેને કબુલ્યું હતું કે બલાસર ગામના મંગાજી ઠાકોરે દેશી દારૂ આપ્યો હતો અને અમદાવાદ ખાતે રહેતા દંતાણી મનોજના ત્યાં  લઈ જવાનો હતો  LCBએ દેશી દારૃ તેમજ મુદ્દામાલ કબ્જે કરીને ત્રણ ઇસમો વિરુધ્ધ બાવલુ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી
તસવિર અને અહેવાલ : જૈમિન સથવારા – કડી
garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0