ગરવી તાકાત મહેસાણા : કડી માં થોડા ગણા સમય થી દિવસે ને દીવસે ક્રાઇમ રેશયો ખુબજ મોટા પ્રમાણ વધી રહ્યો છે
ત્યારે શહેરની અંદર તથા આજુ બાજુના ગામમાં પણ હવે હત્યા અને ચોરી લૂંટ જેવી અનેક ધટનાઓ સામે આવતી જોવા મળી રહી છે. ત્યારે કડી તાલુકાના લક્ષ્મીપુરા ગામ પાસે ગરનાળામાંથી પ્લાસ્ટીક ના પીપ માં યુવાનની લાશ મળી આવતા સમગ્ર ગામમાં ચકચાર મચી ગયો હતો.
ત્યારે શહેરની અંદર તથા આજુ બાજુના ગામમાં પણ હવે હત્યા અને ચોરી લૂંટ જેવી અનેક ધટનાઓ સામે આવતી જોવા મળી રહી છે. ત્યારે કડી તાલુકાના લક્ષ્મીપુરા ગામ પાસે ગરનાળામાંથી પ્લાસ્ટીક ના પીપ માં યુવાનની લાશ મળી આવતા સમગ્ર ગામમાં ચકચાર મચી ગયો હતો.લક્ષ્મીપુરા ગામે યુવાન ની લાશ પીપ માંથી મળી આવી ની ધટના સામે આવતા ત્યાં લોકો ના ટોળે ટોળા ભેગા થઈ ગયા હતા અને લોકોમાં ચર્ચાનો વિષય બન્યો હતો કે આ યુવાનની હત્યા કરી ને લાશ ફેંકી દેવામાં આવી હોય તેવા લોકો આશંકા કરવામાં આવી હતી. અને ધટના ની જાણ તથા તાત્કાલીક ધોરણે કડી પોલિસ ની ટીમ ધટના દોડી આવી હતી અને લાશ ને બહાર કાઢી ને તેના શરીર ના ભાગે તપાસ કરતા શરીર ના ભાગે નાની મોટી ઈજાઓ જોવા મળતા
યુવાની લાશ ને અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે પેનલ ડોકટર ની ટીમ પી.એમ અર્થે ખસેડવામાં આવી હતી. આ લક્ષ્મીપુરા ગરનાળામાં થી મળી આવેલ યુવાનની લાશ બિનવારસી હોવાનું માલુમ પડ્યું હતું અને કડી પોલીસે હાલ તેના પરીવારની શોધખોળ હાથ ધરવામાં આવી હતી. અને યુવાનની હત્યા થઈ છે કે આત્મહત્યા કરી છે તે હાલ કડી પોલીસ સ્ટેશન ના કર્મચારીઓ એ તપાસ હાથ ધરવામાં આવી છે.
તસવિર અને અહેવાલ : જૈમિન સથવારા – કડી


