કચ્છી કોયલ ગીતા રબારી ના સુરથી વિશ્વ ગુરુનું વતન વડનગર ગુંજી ઉઠશે !.

August 5, 2022

— ગુજરાત પ્રવાસન વિભાગ દ્વારા શ્રાવણોત્સવ કાર્યક્રમમાં ધૂમ મચેગી :

— વડનગર વાસીઓ આનંદો: સ્વરસામ્રાજ્ઞી કચ્છી કોયલ ગીતા રબારીના સોમવારે ટહુકા ગુંજી ઉઠશે :

— શ્રાવણ માસના ગત પ્રથમ સોમવારે કિર્તીદાન ગઢવી લોકોને ડોલાવ્યા હતાં :

— શ્રાવણના દ્વિતીય સોમવારે લોક ગાયિકા ગીતા રબારી સંગીતના સુર રેલાવશે :

ગરવી તાકાત મહેસાણા : રાજ્ય સરકાર દ્વારા શ્રાવણોત્સવ કાર્યક્રમ યોજવામાં આવી રહ્યો છે. જે અંતર્ગત શ્રાવણ મહિનાના ગત પ્રથમ સોમવારે ઐતિહાસિક નગરી વડનગરમાં લોકગાયક કિર્તીદાન ગઢવીએ માનવ મહેરામણને ઘેલું લગાડ્યું હતું. જે કાર્યક્રમ અત્યંત સફળ રહેતા હવે આગામી દ્રિતીય સોમવારે સૂરોની દેવી કચ્છી કોયલ તરીકે નામાંકિત ગીતા રબારી વડનગરના આંગણે ટહુકા કરશે. જેના સૂરોના તાલે સંગીત પ્રેમીઓના હૈયા હિલોળા લેશે.

સરકારના પ્રવાસન વિભાગ દ્વારા ઐતિહાસિક અને પૌરાણિક નગરી વડનગર ખાતે શ્રાવણોત્સવ કાર્યક્રમ યોજવામાં આવી રહ્યો છે. જે અંતર્ગત શ્રાવણ માસના ગત સોમવારે વડનગરમાં પણ ભવ્યાતી ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.

દીવા ઇવેન્ટ્સ દ્વારા સંચાલિત કાર્યક્રમમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના મોટાભાઈ સોમાભાઈ મોદી સહિતના રાજકીય, સામાજિક અને લોક ગાયક પ્રશંશકો મોટા પ્રમાણમાં ઉપસ્થિત રહ્યા હતા. આગામી શ્રાવણ માસના દ્વિતીય સોમવારે પણ પ્રવાસન વિભાગ દ્વારા આયોજિત કાર્યક્રમમાં ગીતા રબારી સહિતના લોકો વડનગરને ઘેલું લગાડશે.

વિશ્વગુરુ તરીકે જેની ઘરણા થાય છે તેવા દેશના એસએસસી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના માદરે વતનમાં આયોજિત કાર્યક્રમમાં ભક્તિ સંગીત તેમજ લોકસંગીતના ભજનાનંદી લોકો સાથે આગેવાનો તેમજ રાજકીય લોકો જોડાશે. કાર્યક્રમ સફળ રહે તે માટે આયોજકો દ્વારા અત્યારથી જ ભવ્યાતી ભવ્ય આયોજન ઘડી કાઢ્યું છે.

તસવિર અને અહેવાલ : પિન્ટુભાઈ દેસાઈ – વડનગર — 9925868301

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0