ગરવી તાકાત સિદ્ધપુર : આજે તા.27 જુલાઈના રોજ પાટણ જિલ્લા લોકસભા સાસંદશ્રી ભરતસિંહ ડાભી વિજય મુર્હતમાં ન્યુ દિલ્હી પાર્લામેન્ટ હાઉસ વડાપ્રધાનશ્રીના કાર્યાલય ખાતે ગુજરાતના પનોતા પુત્ર અને યશસ્વી અને વૈશ્વિક નેતા શ્રી નરેન્દ્રભાઈ મોદીની મુલાકાત કરી.
જે મુલાકાત દરમિયાન સાથે રોહિતજી ચંદુજી ઠાકોર (પ્રમુખશ્રી ઠાકોર સમાજ કેળવણી ટ્રસ્ટ) સાથે રહ્યા હતા. આ મુલાકાત સમયે પાટણ જિલ્લાના અગત્યના પ્રશ્નો અને ઠાકોર સમાજના ઉત્થાન બાબતે ચર્ચા કરી હતી. તારંગા રેલવે લાઈન બાબતે માન. ભરતસિંહ ડાભી દ્વારા રૂબરૂમાં આદરણીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીનો આભાર વ્યક્ત કર્યો હતો..
તસવિર અને અહેવાલ : ધ્રુવભાઈ દવે – સિદ્ધપુર