ગઢ અને પટોસણ ગામની સીમમાં જંગલી પ્રાણીના પગના નિશાન જોવા મળતા સ્થાનિકોમાં ભયનો માહોલ 

July 8, 2022

— ફોરેસ્ટ વિભાગની ટીમ ઘટના સ્થળ પર પહોંચી, જંગલી જાનવરને શોધવા કવાયત હાથ ધરી :

ગરવી તાકાત પાલનપુર : પાલનપુર તાલુકાના ગઢ અને પટોસણ ગામની સીમમાં દીપડા જેવું જંગલી જાનવરના પગલા મળી આવ્યા જેને લઇ સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો તો બીજી તરફ આ ઘટનાની જાણ ગ્રામ પંચાયતને થતા ગ્રામ પંચાયતના સરપંચ સહિત આજુબાજુ માંથી લોકો દોડી આવી ફોરેસ્ટ વિભાગને જાણ કરી અને ફોરેસ્ટ વિભાગની ટીમ પણ ઘટના સ્થળ ઉપર પહોંચી આ જંગલી જાનવર ને પકડી લેવાની કવાયત હાથ ધરવામાં આવી હતી. પરંતુ મોડે સુધી કોઈ જંગલી જાનવર મળી આવ્યું ન હતું
પરંતુ જંગલી જાનવર ના પગના નિશાન મળી આવતા સ્થાનિકોને સતર્ક રહેવા ફોરેસ્ટ વિભાગ દ્વારા સૂચના આપવામાં આવી હતી. તો બીજી તરફ આવું કોઈ જંગલી જાનવર નજરે દેખાય તો ફોરેસ્ટ વિભાગનું ધ્યાન દોરવા પણ સૂચના આપવામાં આવી હતી. સ્થાનિક ખેડૂતોએ પણ જણાવ્યું હતું કે વહેલી સવારે દીપડા જેવું જંગલી જાનવર ખેતરના શેઢા ઉપર જતું હોવાનું જોવા મળ્યું હતું
પરંતુ મોડે સાંજ સુધી કોઈ પણ જાનવર મળી આવ્યું નથી પરંતુ જાનવર ના પગના નિશાન મળી આવ્યા છે. જેને લઈ દીપડા જેવું જાનવર હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે અને સ્થાનિકોને સાવચેત રહેવા તેમજ ખેડૂતોને પણ સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે.
તસવિર અને અહેવાલ : જયંતિ મેટિયા– પાલનપુર
garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0