અમીરગઢમાં ખેડૂતોનું વિશાળ સમેલન યોજાયું

July 4, 2022

ગરવી તાકાત અમીરગઢ : બનાસકાંઠા અને સાબરકાંઠાના ખેડૂતોને બટાકાના પોષણક્ષમ ભાવો નહી મળતાં ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો હતો. બટાકાના ભાવોને લઇ અમીરગઢમાં ખેડૂતોએ સંમેલન યોજયું. વધતી જતી મોંઘવાથ તંગ આવેલા ખેડૂતોએ કોન્ટેક ફાર્મિગ ખેતીને જાકારો આપવાનું નક્કી કર્યું.

અમીરગઢ માં આવેલ ભૂમિ કોલ્ડ સ્ટોરેજ માં બનાસકાંઠા અને સાબરકાંઠા ના ખેડૂતોનું વિશાળ સમેલન યોજાયું જેમાં બટાકાના ભાવમાં ખેડૂતોને પોષણક્ષમ ભાવ ન મળતાં ફામગ કોન્ટેક્ટ ઉપર બટાકાની ખેતીને જાકારો આપવા માટે ખેડૂતોએ હાકલ કરી ખેડૂતોને બટાકાના ૩૦૦ રૂપિયા થી વધું ભાવ ન મળે ત્યાં સુધી કોઇપણ કંપની સાથે કોન્ટેક્ટ ફારમિગની ખેતીમાં જોડાવું નહિ એવો નિર્ણય લેવામાં આવ્યો. જો બટાકાના ભાવ ન મળતાં હોય તો અન્ય ખેતી કરવી પરંતુ જ્યાં સુધી બટાકાના ભાવ ન મળે ત્યાં સુધી બટાકા ની વાવણી ન હીકરવાનો નિર્ણય લેવામાં આવ્યો.

આજના યુગમાં ખેતીના બિયારણો ખાતર અને ડીઝલ ના ભાવ વધતાં ખેતીમાં પણ પેહલા કરતા વધુ રોકાણ થાય છ. પૂરતા ભાવ ન મળતાં છેલ્લે સરવાળે કઈ બચત ખેડૂતને થતી નથી જેનાથી ખેડૂત આથક બોજા મા ઉતરી જાય .બટાકાના પૂરતા ભાવ માટે કૃષિ મંત્રી અને મુખ્ય મંત્રીને આવેદનપત્ર આપી ખેડૂતોની આપવીતી ધ્યાને લાવવા માટે ખેડૂતોએ તૈયારી બતાવી હતી.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0