કડી માં આવેલ આસુતોષ નગર સોસાયટી પાસેથી મળી આવ્યા ચૂંટણીકાર્ડ

June 20, 2022

— ચૂંટણી કાર્ડ 704 જેટલા ઢગલા બંધ મળી આવતા તંત્ર દોડતું થયું :

ગરવી તાકાત મહેસાણા : કડી કરણનગર રોડ ઉપર આવેલ આસુતોષ નગર સોસાયટી ની પાણી ની ટાંકી ની સામે રોડ ઉપર કચરાના ઢગલા માંથી ચૂંટણી કાર્ડ મળી આવતા તંત્ર દોડતું થયું હતું. ચૂંટણી કાર્ડ એ વોટર આઇડી માટે અને અન્ય ડોક્યુમેન્ટ માં ખૂબજ મોટા પ્રમાણમાં ઉપયોગી બનતું હોય છે ત્યારે આ ચૂંટણી કાર્ડ એકાએક  મળી આવતા લોકો ના મનમાં અનેક પ્રશ્નો ઉદભવી રહ્યા છે. આવનારી ચૂંટણી સમયે જ ભેગા મળી આવતા અનેક તર્ક વિતર્કો સર્જાયા હતા.
આ ધટના ની જાણ કડી મામલતદારને કરતા ધટના સ્થળે નાયબ મામલતદાર ધર્મેન્દ્રસિંહ અને તેમના સ્ટાફ સાથે દોડી આવ્યા હતા. અને આ ઢગલા બંધ કાર્ડ  ભેગાં કરીને તે કાર્ડ નું પંચનામુ કરીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. અને આ ચૂંટણી કાર્ડ આટલા બધા ક્યાંથી આવ્યા અને કોણ નાખી ગયું તે એક તપાસનો વિષય બન્યો છે. કડી તાલુકાના ગ્રામ્ય વિસ્તારોના હોય તેવું જોવા મળી રહ્યું છે. કુલ આ જગ્યાએથી 704 જેટલા ચૂંટણી કાર્ડ ઢગલાં બંધ મળી આવતા તંત્ર માટે અકે મોટો વિષય બન્યો છે.
સમગ્ર રાજ્યમાં ચૂંટણી ના એંધાણ રચાઈ રહ્યા છે ત્યારે કડી તાલુકા માંથી આ ચૂંટણી કાર્ડ મળી આવતા તર્ક વિતર્કો સર્જાયા હતા. અને તંત્ર માટે લોકોના મનમાં અનેક સવાલો ઉભા થયા હતા. આવનારી ચૂંટણી ના સમય પહેલા જ આવા ચૂંટણી કાર્ડ મળી આવતા લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે કે આ કાર્ડ ફેક આઇડી બનાવેલ છે કે પછી કોઈ સુધારો વધારો કરેલ ચૂંટણી કાર્ડ નો ઢગલો છે તે હવે તંત્ર માટે તપાસ નો વિષય બની ચૂક્યો છે.
આ કરણનગર રોડ આસુતોષ નગર સોસાયટી પાસે મળી આવેલ 704 જેટલા ચૂંટણી કાર્ડ મળી આવ્યા તેમાંથી મોટા પ્રમાણમાં ગ્રામ્ય વિસ્તારના નામો ખુલી આવ્યા છે. અને તંત્ર દ્વારા આ દરેક ચૂંટણી કાર્ડ ની યોગ્ય રીતે તપાસ કરી ને  કાર્યવાહી કરવામાં આવશે અને યોગ્ય પગલાં ભરવામાં આવશે અને નાખી ગયલે વ્યક્તિને પણ ઝડપી પાડી તેની સામે કાર્યવાહી કરવામાં આવશે.
તસવિર અને અહેવાલ : જૈમિન સથવારા – કડી 
garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0