— અશ્વમેધ કોમ્પ્લેક્ષ માં આવેલ એચ.ડી.એફ.સી બેંકમાં પૈસા ભરવા જતા પેટ્રોલ પંપ ના કર્મચારીને લૂંટવાનો પ્રયાસ :
ગરવી તાકાત મહેસાણા : કડી છત્રાલ હાઇવે રોડ ઉપર આવેલ અશ્વમેધ કોમ્પ્લેક્ષ માં આવેલ એચ.ડી.એફ. સી બેંકમાં પેટ્રોલપંપના કર્મચારી પૈસા ભરવા માટે જતા હતા ત્યારે તે કોમ્પ્લેક્ષ ની બહાર ત્રણ ઈસમો બાઈક લઈને ઉભા હતા તે સમયે પેટ્રોલપંપ ના કર્મચારી બેંક ની અંદર પૈસા ભરવા જતા
ત્યાં બહાર ઉભેલા ત્રણ ઈસમોએ આ કર્મચારી ના મોંઢા ઉપર સ્પ્રે માર્યો હતો. પરંતું કર્મચારીના મોંઢા ઉપર ચશ્મા પહેરેલા હતા તેને કારણે આંખમાં ના પડતાં અને તે સ્પ્રે આંખમાં ન પડતાં અને સ્પ્રે મારેલ ઇસમો ને સામે ધક્કો મારીને કર્મચારી અશ્વમેધ કોમ્પ્લેક્ષ તરફ ભાગ્યો હતો.અને આવેલ લૂંટારો એ પૈસા લૂંટવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો પણ કર્મચારી ના બાહોશ થી લૂંટનો પ્રયાસ નિષ્ફળ રહ્યો હતો. અને કર્મચારીએ બૂમાબૂમ કરતા ત્રણ ઈસમો બાઈક લઇને છત્રાલ હાઇવે તરફ રફુચક્કર થઇ ગયા હતા.
કડી હાઈવે ચાર રસ્તા પાસે આવેલ એન.સી દેસાઈ પેટ્રોલપંપના કર્મચારી રોજિંદા ક્રમે દસથી સાડાદસ વાગ્યાના આજુબાજુ કડીના હાઇવે ઉપર આવેલ જી.ઈ.બી ની સામે એચ.ડી.એફ.સી બેન્કમાં પેટ્રોલ પંપના પૈસા ભરવા જતા હતા અને આ બનાવ બન્યો હતો. અને આ સમગ્ર ઘટના બાબતે કર્મચારીએ પેટ્રોલપંપ ના માલિક અરૂણભાઇ ને જાણ કરતા ધટના સ્થળે પહોંચીને સમગ્ર બાબતે કડી પોલિસ સ્ટેશન ખાતે જાણ કરી હતી અને કડી પોલીસે સી.સી.ટીવી. ફૂટેજ ચેક કરીને તપાસ હાથ ધરવામાં આવી હતી.
તસવિર અને અહેવાલ : જૈમિન સથવારા – કડી


