ખેરાલુ ખાતે મુસ્લિમ સમાજ દ્વારા ઈદ ની ભવ્ય ઉજવણી કરાઈ 5000 થી વધુ લોકોએ નમાજ અદા કરી

May 3, 2022

— ખેરાલુ માં રમજાન ઈદ ની ઇદગાહ ખાતે ભવ્ય ઉજવણી કરવામાં આવી :

ગરવી તાકાત મહેસાણા : ખેરાલુ ઇદગાહ ખાતે ૫૦૦૦થી વધુ મુસ્લિમ બિરાદરો એ નમાઝ અદા કરી ધન્યતા અનુભવી હતી ખેરાલુ ઇદગાહ કમીટી પ્રમુખ નજીર પટેલ રજાકભાઇ સીનધી કોન્ટ્રાકટર ફારૂક ભાઇ મેમણ પત્રકાર ઉમરફારૂક પી સીનધી મેમ્બર હબીબ પટેલ ઈમ્તિયાઝ સીનધી આર ડી સીનધી કાલુભાઇ તેમજ વાસુ સીનધી તરફથી સુંદર આયોજન કરાયું હતું

ખેરાલુ ઇદગાહ ખાતે પીવાના પાણીની વ્યવસ્થા પણ રખાઇહતી હાજી જહાંગીરભાઇ સીનધી એ શાયરી સાથૈ વક્તવ્ય આપ્યુ હતું અને મસ્જીદ ના વહીવટ ની વાત મુકી સુન્ની મુસ્લિમ જમાત નું ભવ્ય મરકજ બનાવવાની વાત કરી હતી જયેશભાઇ શુકલ દ્વારા પાથરણા ની ફ્રી સેવા આપીને કાર્ય કર્યું પ્રતાપજી ઠાકોર એ બો ર પરથી પાણી આપ્યું અને સમગ્ર ઇદગાહ કેમ્પસ સફાઈ માટે ખેરાલુ નગરપાલિકા દ્વારા અપાયૈલ સેવા બદલ મુસલિમ અગ્રણી ફારૂક મેમણ પત્રકાર એ જાહેર આભાર માન્યો હતો રજાકભાઇ સીનધી કોન્ટ્રાકટર એ તમામ મુસ્લિમ બિરાદરો ને ઈદ મુબારક પાઠવ્યા હતા

૩/૫ને મંગળવારે વહેલી સવારે નવ વાગ્યે ઈદની નમાજ અદા કરવા લોકો ઉમટ્યાં હતાં પ્રથમ પીરસાહબ હાજી હમીદુલલાહ બાવા સાહબે વાત શરીફ પઢી હતી તો એક નાના બાળકે ભારત દેશ પર વાત પઢી હતી તો પેશ ઈમામે સરકાર સમક્ષ મુસ્લિમ સમાજના ભાઇચારાની ઉમદા વાત મુકી આતંકવાદી જેવી વાહીયાત વાતો થી બહાર આવી મુસ્લિમ સમાજના પ્રગતિ ના કારનામા વિશે પ્રકાશ પાડ્યો હતો મોલાના શહેર કાજી સલીમભાઇ એ ખુતબો પઢયો હતો

ઇદગાહ ની જગ્યા નાની પડતા રોડ પર લોકો નમાઝ અદા કરી હતી અને ભરચક ટ્રાફિક વ્યવસ્થા જાળવવામાં પોલિસ જવાનો પણ દોડા દોડ કરતા જોવા મળ્યા ખેરાલુ જામા મસ્જિદ ખાતે સવારે દસ વાગ્યે ભવ્ય ઈદ મિલન સમારોહ યોજાયો હતો જેમાં પાટણ સાંસદ ભરતસિંહ ડાભી અને ધારાસભ્ય સહિત એપીએમસી ચેરમેન ભીખાલાલ ચાચરીયા સહિત આગેવાનો હાજર રહ્યા હતા કોંગ્રેસ ના પ્રદેશ અગ્રણી બાબુજી ઠાકોર પ્રદેશ આગેવાન મુકેશભાઈ દૈશાઇ પ્રમુખ વિનુભાઇ ચૌધરી દુધ સાગર ડેરીના પૂર્વ વાઇસ ચેરમેન મોઘજીભાઇ પટેલ હરગોવનભાઇ બારોટ માસ્તર પી એમ દેશાઇ યુવા લીડર વિજય દેશાઇ ખાનાભાઇ પરમાર અને ભાજપ‌ શહેર પ્રમુખ વીડી દેશાઇ દિનેશ ચંદ્ર રાણા અશ્રવિનભાઇ માસ્તર પશાભાઇ પરમાર અશોકભાઈ દેશાઇ બાપુ અશ્રવિનભાઇ સરપંચ સી જે પરમાર ના આગેવાનો હાજર રહ્યા હતા

નગરપાલિકાના પ્રમુખ હેમંત શુક્લ ગોવિંદભાઈ પ્રજાપતિ ધર્મેન્દ્ર ભાઇ બારોટ મહેશભાઈ બારોટ દેશાઇ યોગેશભાઈ ભરતભાઈ સભ્યોની ટીમ હાજર રહ્યા હતા

દાનવીર દાતા આલોક રાય પણ મુકેશભાઈ ઓડ નરેશભાઈ ચૌધરી ડાવોલ ડી એમ ચૌધરી ફતેહપુર સરપંચ ટીમ સાથે રહ્યા હાજર જામા મસ્જિદ ટ્રસ્ટ પ્રમુખ હાજી જહાંગીર ભાઇ સીનધી હાજી ફારૂક મેમણ પત્રકાર રજાકભાઇ સીનધી કોન્ટ્રાકટર ઉમર ફારૂક પી સીનધી હાજી સફીભાઇ મન્સૂરી પ્રમુખ નજીર પટેલ હબીબ પટેલ આલમખાન બહેલીમ મકબુલ ચૌહાણ શાહનવાઝ સીનધી એ તમામ ને આવકાર્યા હતા

કોમી સદભાવના નું વાતાવરણ જોઈ ખેરાલુ પોલીસ સ્ટેશન ના પીઆઈ પટેલ થયા ખુશ થયાં હતાં અને મહિલા પોલીસ સહિત ટીમે પણ ઈદ મિલન સમારોહ માં હાજરી આપી હતી ૨૦૦થી વધુ હિન્દુ આગેવાનો આપી હાજરી અને મુસ્લિમ બિરાદરો ને ઈદની શુભેચ્છા પાઠવી હતી જામા મસ્જિદ ટ્રસ્ટ મંત્રી ઉશમાનશા બાપુ નિવૃત્ત પી એસ આઈ યાકુબખાન બહેલીમ હાજી મહંમદ હુસેન બહેલીમ હાજી શબ્બીર શેખ વગેરે એ પણ સ્વાગત માં હાજરી આપી હતી

તસવિર અને અહેવાલ : પિન્ટુભાઈ દેસાઈ-વડનગર 

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0