— મહેસાણાનામાં ડૉ. પાર્થ રાજ સિંહ ગોહિલ જેવા એસપી મળવા ન ભૂતો ન ભવિષ્યતિ જેવું થશે :
— એસપી પાર્થરાજસિંહના ‘રાજ’ માં પોતાની ફરજ ચૂકતાં કેટલાય ખાખીધારીઓ બદલાયાં :
— એસપી અને તેઓની સેનાએ અસામાજિક તત્વોના નાકે દમ લાવી દેતા જનતા કરે છે જય જયકાર :
ગરવી તાકાત મહેસાણા : મહેસાણા જિલ્લા પોલીસ વડા તરીકે જ્યારથી ડૉ. પાર્થરાજસિંહ ગોહિલની નિમણૂંક કરવામાં આવી ત્યારથી તેઓએ જિલ્લામાં ચાલતી અસામાજિક પ્રવૃત્તિઓ પર પોતાની ‘લાલ આંખ’ કરતાં અસામાજિક તત્વોનો સફાયો થઈ ગયો છે. ‘પાર્થ ચડાવ બાણ, હવે તો યુદ્ધ એ જ કલ્યાણ’ની નીતિ જીલ્લાના પોલીસબેડામાં અખત્યાર થઇ હોય તે રીતે અસામાજિક તત્વોની સાથોસાથ વર્ષોથી એક જ જગ્યાએ ચીપકીને બેઠેલાં તેમજ પોતાની ફરજમાં ચૂક કરતાં પોલીસ કર્મચારીઓના રિપોર્ટ તૈયાર કરી તેઓની આંતરિક બદલીઓ કરી દીધી છે. જિલ્લાના મહત્વના શહેરો અને મોટા ગામડાઓમાં ફૂલી ફાલી દારૂ- જુગારની હાટડીઓ એસપી અને તેઓની સેનાના ડરે બંધ થઈ જતા જિલ્લાની જનતા આજે તેઓનો જય જય કાર કરી રહી છે.
તાજેતરમાં જ વિસનગરના ભર બજારમાં રોડની વચ્ચોવચ બે ગાડીઓ ઉભી રાખીને રોફ ઝાડતા શહેરના લિસ્ટેડ બુટલેગરો રઘજી ઠાકોર અને વિક્રમ ઠાકોરે પોલીસ સાથે તકરાર કરી હતી. એટલું જ નહીં આ મહિલા પીઆઇને ગાડી નીચે કચડી નાખવાની ધમકી પણ આપી દીધી હતી. જે બાબતની જાણ જિલ્લા પોલીસ વડાને થતા તેઓએ એલસીબીના અધિકારીને મોકલીને બંને બુટલેગરોને વિસનગર પોલીસ મથકના લોકો પાછળ ધકેલી દીધાં હતા. તાજેતરમાં રાજ્ય સરકારે જિલ્લા પોલીસ વડાઓની બદલી કરી નાખતા ડોક્ટર parthrajsinh gohil પણ હવે મહેસાણામાંથી બદલાઈ ગયા છે. જોકે તેમની બદલી ને લઇ ફરજમાં બેદરકાર પોલીસ કર્મચારીઓ તેમજ અસામાજીક તત્વોમાં ખુશાલી ફેલાઈ છે જ્યારે ભદ્ર સમાજ ના લોકો તેમજ ઈમાનદાર પોલીસ અધિકારી તેમજ કર્મચારીઓ ખૂબ જ નારાજગીનો અનુભવ કરી રહ્યા છે. ડોક્ટર પાર્થરાજસિંહ ગોહિલે કરેલી કામગીરી સદાય મહેસાણા જિલ્લો યાદ રાખશે. લોકો તો ત્યાં સુધી કહી રહ્યા છે કે હવે આવા એસપી મળવા ન ભૂતો ન ભવિષ્યતિ થઈ જશે.
મહેસાણા જિલ્લા પોલીસ અધિક્ષક પાર્થરાજસિંહ ગોહિલની કામગીરી ઊડીને આંખે વળગી રહી છે. જિલ્લાના ઊંઝા, વિસનગર, કડી, વિજાપુર જેવા મહત્વના શહેરો અને મોટી જનસંખ્યા ધરાવતા ગામોમાં ફૂલી ફાલી અસામાજિક બદીઓને બંધ કરાવવા માટે તેઓએ તેમની પોલીસ ટીમને જરૂરી સૂચનાઓ આપતા છેલ્લા કેટલાક મહિનાઓથી આ તમામ વિસ્તારોમાં અસામાજિક પ્રવૃત્તિ બંધ થયેલી જોવા મળે છે.

અસામા જિક તત્વો જાણે ભૂગર્ભમાં ઉતરી ગયા હોય તેમ ગુનાહિત પ્રવૃત્તિઓમાં પણ ઘટાડો જોવા મળતાં ખાસ કરીને જિલ્લામાં વસવાટ કરતો મહિલા વર્ગ હર્ષની લાગણી અનુભવી રહ્યો હોવાના સમાચાર જાણવા મળ્યા છે.
ઉત્તર ગુજરાતના મહત્વના શહેર તરીકે જેની ગણના થાય છે તેવા મહેસાણા જિલ્લામાં જ્યારથી પોલીસ અધિક્ષક તરીકે પાર્થરાજસિંહ ગોહિલની નિમણૂક થઈ છે ત્યારથી જે તે પોલીસ મથકોના પીઆઇ અને પીએસઆઇ કક્ષાના અધિકારીઓને પણ કામનું ભારણ વધી ગયું હોય તેવું અંતરંગ સૂત્રો જણાવી રહ્યા છે. જાણકારોના મતે જિલ્લામાં કાયદો વ્યવસ્થા જળવાઇ રહે અને અસામાજિક તત્વોની બદીઓથી પરેશાની ભોગવતાં મધ્યમ વર્ગ તેમજ ભદ્ર સમાજના વૃદ્ધો, મહિલાઓ, બાળકો અને ખાસ કરીને યુવા વર્ગના લોકો નિર્ભીક રીતે અને સામાજિક સંસ્કારોથી પોતાનું જીવન જીવી શકે તે હેતુથી જે તે પોલીસ મથકના જવાબદાર અધિકારીઓને પોતાના વિસ્તારમાં થતી અસામાજિક પ્રવૃત્તિઓ બંધ કરી દેવા માટે કડક સૂચનાઓ આપવામાં આવતા આ બાબતે છેલ્લા કેટલાય મહિનાઓથી સફળ કામગીરી જોવા મળી રહી છે. પોલીસની ધાકથી અસામાજિક તત્ત્વોએ પોતાની પથારીઓ સમેટી લેતાં જિલ્લાભરમાં સુલેહ શાંતિનું વાતાવરણ દેખાઈ રહ્યું છે. એટલું જ નહીં અસામાજિક તત્વોની સાથે સાથે પોતાની ફરજમાં બેદરકારી દાખવતા કે જનતાને નહીં સાંભળતા અને માત્ર ને માત્ર પોતાનું જ ધાર્યું કરતા અમુક ગણ્યાગાંઠ્યા પોલીસ કર્મચારીઓની બદલીઓ કરીને પણ પોલીસ મથક અને તેના વિસ્તારોમાં સુધારો લાવવા પ્રયાસો કરવામાં આવ્યા છે તે પણ જનતાથી અજાણ નથી.
— જીલ્લા પોલીસ અધિક્ષકની બદલીથી ઈમાનદાર પોલીસ અધિકારી તેમજ ભદ્ર સમાજમાં નિરાશા :
જિલ્લા પોલીસ અધિક્ષક ડો પાથૃરાજસિહ ગોહિલની બદલી થઈ જતા જિલ્લામાં ફરજ બજાવતા ઈમાનદાર પોલીસ અધિકારી તેમજ કર્મચારીઓ સાથે ભદ્ર સમાજના લોકોમાં ભારે નિરાશા જોવા મળી રહી છે.ડોક્ટર પાર્થરાજસિંહ ગોહિલ જેટલો સમય અહીં રહ્યા તેટલો સમય તેઓ સંપૂર્ણ ઈમાનદારી અને નિષ્ઠાથી પોતાની ફરજ બજા
વી છે. એટલું જ નહીં તેઓએ નાનામાં નાના વ્યક્તિની રજૂઆતો સાંભળી તેમનું કામ કરવા જેવું હોય તો તરત જ જે-તે અમલદારને તેની સૂચના આપી લોકોને ન્યાય મળી રહે તેવા પ્રયાસ કર્યા છે. તેઓએ કરેલી કામગીરી અને દરેક લોકો સાથે મળતાવડો સ્વભાવ રાખીને ચાલનાર એસપી પાર્થરાજસિંહ ગોહિલ ને મહેસાણાની જનતા કદાપિ ભૂલી નહીં શકે.
— જિલ્લાની સીમા કૂદી બુટલેગરો બહાર ભાગી શક્યા નથી :
જિલ્લાની હદમાં આવતા માર્ગો પર વાહનોમાં વહન કરાતાં દારૂ કે અન્ય નશીલી ચીજવસ્તુઓ જિલ્લાની સીમા કૂદાડીને બુટલેગરો ભાગી શક્યાં નથી તે છેલ્લા કેટલાય મહિનાઓથી પોલીસે કરેલી કામગીરીથી સાબિત કરી આપે છે. પાછલા મહિનાઓ કે દિવસોની વાત કરીએ તો એસપીના આદેશથી કડક બનેલી જિલ્લાની પોલીસે જિલ્લાના માર્ગો પરથી વાહનોમાં ઠાંસીને લઇ જવાતાં લાખો -કરોડો રૂપિયાના શરાબના જથ્થાને પકડી પાડીને બુટલેગર તત્વોના દાંત ખાટા કરી દેવામાં આવ્યા છે.
–પોલીસ ખરા અર્થમાં પ્રજાની મિત્ર બની રહે તે માટે લાભદાયી નિર્ણયો પણ લીધા :
જિલ્લાભરમાં ફરજ બજાવતા પોલીસ અધિકારી અને કર્મચારીઓ ખરા અર્થમાં પ્રજાના મિત્ર બની રહે તે માટે પોલીસ અધિક્ષકે જનતાના લાભદાયી નિર્ણય પણ લીધા હોવાનું ચર્ચાઈ રહ્યું છે. કહેવાય છે કે વર્ષોથી એક જ પોલીસ મથકમાં ચીપકી રહેલા અને પ્રજાને નહીં સાંભળનારા મનસ્વી વર્તનથી પોલીસની છબી ધૂંધળી કરનાર પોલીસ કર્મચારીઓની આંતરિક બદલીઓ પણ કરીને પ્રજાપ્રિય અધિકારીની છાપ એસપી પાર્થરાજસિંહ ગોહિલ ધરાવતા હોવાનું જાણકારો જણાવી રહ્યા છે.
તસવિર અને અહેવાલ : નાયક અક્ષય — મહેસાણા