પાલનપુરથી મહેસાણા સુધી ડીએફસીના ટ્રેક પર હવે માલગાડીઓ દોડશે

April 1, 2022

— 80 કિ.મી. સ્પીડે ડિઝલ એન્જિન દોડાવી સફળ ટ્રાયલ પૂર્ણ :

— આગામી જુન સુધીમાં સાણંદ અને ડિસેમ્બર સુધીમાં વડોદરા સુધીનો માલગાડીનો ટ્રેક ચાલુ થઇ જશે:

ગરવી તાકાત પાલનપુર : ડીએફસીમાં પાલનપુરથી મહેસાણા સુધીના ટ્રેક પર માલગાડીનું ડિઝલ એન્જિન ૮૦ કિ.મી.પ્રતિ કલાકની સ્પીડે દોડાવીને ગુરૂવારે ટ્રાયલ લેવામાં આવ્યો હતો. જે સફળ રહેતા હવે એક મહિનામાં  હરિયાણાના રેવાડીથી ગુજરાતમાં મહેસાણા સુધીના ૭૦૦ કિ.મી.લાંબા ડીએફસીના ટ્રેક પર માલગાડીઓને દોડતી કરી દેવાશે.

આ અંગે ડેડીકેટેડ ફ્રેઇટ કોરીડોર (ડીએફસી) અમદાવાદના પીઆરઓ જિતેન્દ્ર અગ્રવાલના જણાવ્યા મુજબ ડીએફસી ટ્રેક પર રેવાડીથી પાલનપુર સુધીના ૬૩૦ કિ.મી.નો રૂટ  છેલ્લે એક વર્ષથી માલગાડીઓની અવર-જવર  માટે ચાલુ છે. પાલનપુરથી મહેસાણા સુધીના ૬૩ કિ.મી.ના  ટ્રેકનું કામ સંપૂર્ણપણે પુરૂ થતા સફળતા પૂર્વક ડિઝલ એન્જિન દોડાવાયું હતું. એક મહિનામાં મહેસાણા સુધી માલગાડીઓ દોડતી થઇ જશે. જેના કારણે માલ પરિવહનની સુવિધા ઝડપી અને સરળ બની જશે.

આગામી જુન મહિના સુધી સાણંદ સુધીનાડીએફસીનો ટ્રેક તૈયાર થઇ જશે , ડિસેમ્બર સુધીમાં વડોદરા સુધીનો ટ્રેક તૈયાર થઇ જશે અને ત્યાં સુધી માલગાડી દોડાવાશે. ટ્રેકને લગતું તમામ કામ લગભગ પૂર્ણ થયું છે. હાલમાં સિગ્નલિંગ, વાયરિંગનું કામ ચાલી રહ્યું છે. માલગાડી માટેનો આ સ્પેશિયલ ટ્રેક હોવાથી પરિવહન ઝડપી બનશે.

તસવિર અને આહેવાલ : જયંતિ મેટિયા– પાલનપુર

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0