કડી સર્વ વિદ્યાલય કેમ્પસની 3 શાળાઓમાં 12 થી 14 વર્ષના 905 બાળકોએ રસી મુકાવી

March 19, 2022

— કડી તાલુકા શહેરના બાળકોએ રસી મુકાવી: 

ગરવી તાકાત મહેસાણા :  કડી તાલુકા અને શહેરમાં  12 થી 14 વર્ષના બાળકોને કોરોના વિરોધી રસી આપવાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કડી તાલુકામાં અને શહેરમાં આજે બાળકોને રસી આપવામાં આવી હતી
કડીમા હાલમાં કોરોનાનો એક્ટિવ કેસો નહિવત જોવા મળી રહ્યાં છે ત્યારે હાલમાં રસીકરણ ની કામગીરી પર પુરઝડપે ચાલી રહી છે જેમાં કડીમા 12 થી 14 વર્ષના બાળકોને પણ કોરોના વિરોધી રસી આપવામાં આવી રહી છે જેમાં પ્રથમ દિવસે  2664 બાળકોએ કોરોના વિરોધી રસી મુકાવી હતી
કડીની સર્વ વિદ્યાલય કેમ્પસની કુલ 3 શાળાઓમાં  12 થી 14 વર્ષના કુલ 905 બાળકોને કડીના આરોગ્યતંત્ર દ્વારા રસી આપવામાં આવી હતી અને બાળકોએ હર્ષ ઉત્સાહ  સાથે  કોરોના વિરોધી રસી મુકાવી હતી
તસવિર અને આહેવાલ : જૈમિન સથવારા – કડી 
garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0