માદરે વતન ગુજરાત ખાતે વિશ્વ ગુરુ નરેન્દ્ર મોદી સન્માન માટે માનવ મહેરામણ ઉમટી પડયું

March 12, 2022

— દેખો દેખો કોન આયા, મા ભારતી કા બેટા ઓર ગુજરાત કા શેર આયા.

— માદરેવતન ગુજરાતમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું ઉષ્માભેર સ્વાગત: વિશ્વ ગુરુ ના રોડ શોમાં માનવ મહેરામણ ઉમટી પડયું

— ખુલ્લી થાર જીપમાં ગુજરાતના પનોતા પુત્ર એ લોકોનું અભિવાદન ઝીલ્યું
— ચાર રાજ્યોમાં ભારતીય જનતા પાર્ટીની જીત પછી ગુજરાત આવેલા પીએમ માટે કાર્યકરો ઉમટી પડ્યા

— તડકાના શેકમાં બળતા હોવા છતાં પોતાના હૃદય સમ્રાટનુ અભિવાદન જીલવા માનવ કિડીયારૂ ઉભરાયું

ગરવી તાકાત મહેસાણા : કોરોનાકાળ પછી પ્રથમ વખત વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે 11 અને 12 માર્ચ એમ બે દિવસ ગુજરાતની મુલાકાતે આવ્યા છે. ત્યારે આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અમદાવાદ એરપોર્ટથી કમલમ સુધી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ પ્રમુખ પાટીલ પણ ખુલ્લી થારમાં રોડ શો કર્યો હતો. પીએમ મોદીએ ખુલ્લી જીપમાં ભાજપ લખેલી કેસરી ટોપી સાથે જનતાનું અભિવાદન ઝીલ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના રોડ શોમાં સૌથી આકર્ષણને વાત ભાજપની કેસરી કલરની ટોપી રહી. આ કેસરી કલરની ટોપીમાં ભાજપ લખેલું હતું. એરપોર્ટથી કમલમ સુધીના રસ્તા પર મયૂર ડાન્સ, કુચીપુડી, ભરતનાટ્યમ જેવી પ્રસ્તુતિથી વડાપ્રધાનનું સ્વાગત કરાયું હતું.

— ૮૦ના દાયકામાં RSSની કાળી ટોપીમાં દેખાયેલા મોદીએ ગુજરાત ભાજપને નવી ભગવા ટોપીની ગિફ્ટ આપી

— ઈઝરાયેલમાં હિમાચલી ટોપી પહેરીને ગયેલા મોદીએ અટલ ટનલના ઉદઘાટનમાં કુલ્લુ ટોપીને ટ્રેન્ડિંગ કરી
—  આઝાદ દિને નેતાજી સુભાષચંદ્રની ટોપી પહેરી ધ્વજવંદન કર્યું, ગણતંત્ર દિવસની પરેડમાં બ્રહ્મકમલ ટોપી પહેરી

ઉત્તરપ્રદેશ સહિત ચાર રાજ્યોની વિધાનસભા ચૂંટણીમાં ભાજપનો ભગવો લહેરા વીને બીજા જ દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદ આવ્યા છે. એરપોર્ટથી ગાંધીનગર પ્રદેશ ભાજપના કાર્યાલય કમલમ સુધી 10 કિ.મી.ના રોડ-શોમાં બધે મોદીની નવી ભગવા ટોપીની જ ચર્ચા છે. ભાજપ તરફથી એવી પણ જાહેરાત કરાઈ છે કે, હવે

આગામી વિધાનસભા ચૂંટણી સુધી ભાજપના તમામ નેતાઓ અને કાર્યકરો પ્રચાર દરમિયાન આ નવી ભગવા ટોપી જ પહેરશે. જો કે, અલગ-અલગ પ્રસંગને અનુરૂપ ટોપી પહેરવી એ મોદીની જૂની આદત અને શૈલી છે.

 — RSSના પ્રચારક તરીકે ૮૦ના દાયકામાં કાળી ટોપીનો મહિમા:

નરેન્દ્ર મોદી એંશીના દાયકામાં RSSના પ્રચારક હતા ત્યારે સંઘના દરેક કાર્યક્રમમાં કાળી ટોપી પહેરતા હતા. તે સમયે તો તેઓ સંઘની શાખામાં પણ જતા હતા અને સફેદ શર્ટ-ખાખી ચડ્ડી તથા કાળી ટોપીનું સંપૂર્ણ યુનિફોર્મ પહેરતા હતા. સમય જતાં મોદીએ ટોપીનો ટ્રેન્ડ બદલ્યો હતો અને પછી અલગ-અલગ પ્રસંગે અલગ-અલગ શૈલીની ટોપી પહેરતા હતા.

— ઈઝરાયેલના પ્રવાસમાં હિમાચલી ટોપી પહેરી:

મોદી જુલાઈ, 2017માં ઈઝરાયેલના પ્રવાસે ગયા હતા. ત્યાં તેમણે હિમાચલી ટોપી પહેરી હતી જેમાં ગઢવાલી શૈલીની ઝલક જોવા મળી હતી. આ ટોપી તે સમયે ખાસ્સી ચર્ચાસ્પદ થઈ હતી અને પછીથી તો ફેશન ટ્રેન્ડમાં પણ આવી હતી. રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે આ હિમાચલી ટોપીની ડિમાન્ડ પણ ખૂબ વધી હતી.

— આઝાદ હિંદ ફોજના કાર્યક્રમમાં નેતાજી કેપ પહેરી:

વડાપ્રધાન તરીકે મોદીએ ગત 21 ઓક્ટોબરના રોજ આઝાદ હિંદ ફોજ દ્વારા સ્વતંત્રતાની ઘોષણા કરાયાની 75મી વર્ષગાંઠ નિમિત્તે ધ્વજવંદન કર્યું ત્યારે નેતાજી સુભાષચંદ્રની કેપ પહેરી હતી. જ્યારે ગત 26 જાન્યુઆરીએ ગણતંત્ર દિવસની પરેડમાં મોદીએ ઉત્તરાંચલની બ્રહ્મકમલ ટોપી પહેરી હતી. આ બંને અલગ-અલગ શૈલીની ટોપી પણ તે સમયે ખૂબ ચર્ચાસ્પદ બની હતી.

— ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી સુધી ભગવા ટોપી રહેશે:

મોદી શુક્રવારે અમદાવાદ એરપોર્ટથી 10 કિ.મી.નો રોડ-શો કરીને ગાંધીનગર કમલમ કાર્યાલય પહોંચ્યા હતા. આ સાથે જ હવે ગુજરાત ભાજપ દ્વારા તમામ નેતાઓ અને કાર્યકરોને આગામી વિધાનસભા ચૂંટણી સુધી પ્રચાર દરમિયાન આ નવી ભગવા ટોપી જ પહેરવા નિર્દેશ કરાયો છે. આ ટોપીની ખાસિયત એ છે કે તેના આગળના ભાગે ભાજપની એમ્બ્રોઈડરી કરાવેલી છે.

 — કમલમ બહાર ભર તડકામાં બોર્ડની પાછળ છુપાઈને મેયર ઊભા રહ્યા:

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બે દિવસ માટે ગુજરાતની મુલાકાતે આવ્યા છે. જેમાં અમદાવાદ એરપોર્ટથી રોડ શો દ્વારા તેઓ બપોરે ગાંધીનગર કમલમ ખાતે પહોંચ્યા હતા. અહીં પ્રધાનમંત્રી ભાજપના નેતાઓ, ધારાસભ્યો અને સાંસદો સાથે બેઠક કરવાના છે. આ માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના મેયર કિરીટ પરમાર પણ કમલમ પહોંચ્યા હતા. પરંતુ તેમને ગેટ પર જ સિક્યોરિટી દ્વારા રોકી દેવામાં આવ્યા હતા.

— 20 મિનિટ બાદ કિરીટ પરમારને કમલમમાં એન્ટ્રી મળી:

અમદાવાદના મેયર કિરીટ પરમાર મોદીના રોડ શોમાં પાછળ રહી જતાં કમલમમાં જતાં રોકવામાં આવ્યાં હતાં. જે બાદ તેઓને ભર તડકામાં બોર્ડની પાછળ છુપાઈને ઉભા રહેવું પડ્યું હતું. જે બાદ ભાજપના કાર્યકરોએ કમલમની અંદર રહેલા નેતાઓને ફોન કર્યા હતાં પરંતુ કોઈ રીસ્પોન્સ નહીં મળતાં તેઓ 20 મિનિટ સુધી ગેટ પર ઉભા રહ્યાં હતાં. આખરે અંદરથી લિસ્ટમાં નામ ચેક કરી અને ભાજપના કાર્યકર્તાઓ મેયરને સંતાડીને અંદર લઈ ગયા હતા. મેયર પણ મીડિયાથી બચીને નીચે વળીને અંદર ગયા હતા.

— કમલમના સ્ટેજ ઉપર આટલા લોકો ઉપસ્થિત હતા: 

મોદીની ભાજપના નેતાઓ-ધારાસભ્યો સાથે બેઠક કમલમના હોલમાં સ્ટેજ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલ સહિતના 10 નેતાઓ જ બેસશે. કમલમ પર પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સહિતના નેતાઓ હાજર રહ્યાં છે. હોલમાં બેઠક વ્યવસ્થા માટે LED લાઈટ, સ્ટેજ લાઈટ સહિતની સુવિધાઓ સાથે 350 લોકો બેસી શકે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

— નેતાઓ માટે ટેબ્લેટ લઈને આવવું ફરજિયાત:

કમલમમાં ભાજપના નેતાઓ, કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા પણ પ્રદેશ બેઠક માટે ઉપસ્થિત છે. દરેક નેતાઓએ બેઠકમાં ભાગ લેતી વખતે તેમને આપવામાં આવેલા ટેબ્લેટ લઈને આવવું ફરજિયાત છે. આજે બેઠકમાં ભાગ લેવા આવેલા કેટલાક નેતાઓ ટેબ્લેટ ભૂલી જતાં તાત્કાલિક ઘરેથી મંગાવવા પડ્યા હતા.

તસવિર અને આહેવાલ : પિન્ટુભાઈ દેસાઈ-વડનગર 

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0