અમને ફોલો કરો
ભાષા બદલો
બ્રેકીંગ ન્યૂઝ
બ્રેકીંગ ન્યૂઝ

વિજય રૂપાણી, નિતીન પટેલના નેત્વૃત્વમાં 5 વર્ષ પર્ણ થતાં રાજ્યમાં 1 થી 8 ઓગસ્ટ દરમ્યાન સરકારી ખર્ચે ઉજવણી કરાશે !

July 28, 2021
Vijay Rupani - Nitin patel

મુખ્યમંત્રી  અને નાયબ મુખ્યમંત્રીના નેતૃત્વમાં વર્તમાન સરકારને પાંચ વર્ષ પુરાં થવાના ઉપલક્ષ્યમાં થનાર કાર્યક્રમોને અનુલક્ષીને મહેસાણા જિલ્લામાં યોજાનાર કાર્યક્રમોની તૈયારીઓને આખરી ઓપ આપવા માટે જિલ્લાના વરિષ્ઠ અધિકારીશ્રીઓ સાથે કલેક્ટર ઉદિત અગ્રવાલના અધ્યક્ષ સ્થાને બેઠક યોજવામાં આવી હતી.જે સંદર્ભે મહેસાણા જિલ્લામાં આગામી 01 ઓગષ્ટથી 08 ઓગષ્ટ દરમિયાન વિવિધ કાર્યક્રમો યોજાનાર છે.

 મહેસાણા જિલ્લામાં 01 ઓગષ્ટ રવિવારે જ્ઞાનશક્તિ દિનની ઉજવણી થનાર છે. શિક્ષણ વિભાગના અધિકારીઓની અધ્યક્ષતામાં યોજાનાર કાર્યક્રમમાં જ્ઞાનકુંજ પ્રોજેક્ટ અંતર્ગત લાખવડ ઇન્દિરાનગર અને કાંસા 02 પ્રાથમિક શાળા ખાતે તાલુકા કક્ષાનો કાર્યક્રમ યોજાનાર છે.

 02 ઓગષ્ટ સોમવારે સંવેદના દિનની ઉજવણી થનાર છે.જે દિવસે જિલ્લામાં નગરપાલિકા અને તાલુકા દીઠ સેવા સેતુ કાર્યક્રમોનું આયોજન કરાયું છે. સેવા સેતુ દિવસની ઉજવણી માટે દરેક કાર્યક્રમ માટે નોડલ અધિકારીઓની નિમણુંક કરાઇ છે.

 04 ઓગષ્ટ બુધવારે મહિલા સશક્તિકરણ દિવસની ઉજવણી થનાર છે. જિલ્લામાં મહિલા ઉત્કર્ષ યોજના અંતર્ગત 400 મહિલાઓને લાભ આપાવમાં આવનાર છે.આ યોજના તળે મહિલા ગ્રુપોને 01 લાખનું ધિરાણ આપવામાં આવનાર છે.જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામકના માર્ગદર્શનથી જિલ્લા કક્ષાનો કાર્યક્રમ મહેસાણા ટાઉનહોલ અને તાલુકા કક્ષાના કડી ટાઉનહોલ ખાતે,વિજાપુર રોટરી ક્લબ અને વડનગર ટાઉનહોલ ખાતે કાર્યક્રમ યોજાનાર છે.

 05 ઓગષ્ટને ગુરૂવારના રોજ ધરતીપુત્ર સન્માન દિવસની ઉજવણી થનાર છે.મહેસાણા જિલ્લા કક્ષાનો કાર્યક્રમ કડી ખાતે યોજાનાર છે. આ ઉપરાંત બેચરાજી,ઉંઝા,અને વિસનગર ખાતે તાલુકા કક્ષાના કાર્યક્રમ યોજાનાર છે. કિસાન સૂર્યોદય યોજના,સાત પગલાં ખેડ઼ૂત કલ્યાણના,પાકૃતિક ખેતી સહિતની યોજનાઓના લાભ આપવામાં આવનાર છે.

06 ઓગષ્ટના શુક્રવારના રોજ યુવા શક્તિ દિનની ઉજવણી થનાર છે. આ કાર્યક્રમમાં રોજગાર મેળા યોજાનાર છે. મહેસાણા ટાઉનહોલ ખાતે જિલ્લા કક્ષાનો કાર્યક્રમ સહિત મહેસાણા જી.આઇ.ડી.સી અને કડી ખાતે કાર્યક્રમ યોજાનાર છે.

07 ઓગષ્ટ શનિવારના રોજ ગરીબ ઉત્કર્ષ દિનની ઉજવણી થનાર છે. મહેસાણા જિલ્લામાં મહેસાણા ટાઉનહોલ ખાતે 1100 પ્રધાનમંત્રી આવાસ યોજનાના લોકાર્પણ અને 507 ખાતમુર્હુત સહિત જિલ્લાની વિવિધ પાલિકાઓ દ્વારા 200 જેટલા આવાસ યોજનાના લાભાર્થીઓને લાભ મળનાર છે. આ ઉપરાંત આ દિવસે મહેસાણા સિવિલ હોસ્પિટલ ખાતે યોજાનાર કાર્યક્રમમાં કોરોના વોરીયર્સનું સન્માન થનાર છે.

08 ઓગષ્ટને રવિવારના રોજ શહેરી જનસુખાકારી દિવસની ઉજવણી થનાર છે.  મહેસાણા ટાઉનહોલ ખાતે યોજાનાર કાર્યક્રમમાં ચેક વિતરણ સહિત વિકાસ કામોના ખાતમુર્હુત અને લોકાર્પણ થનાર છે.

જિલ્લા કલેકટર દ્વારા આ તમામ કાર્યક્રમો સમયબદ્ધ રીતે અને સુચારુ રીતે પાર પડે તે માટેની તૈયારીઓ અંગે ઉપસ્થિત અધિકારીઓને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.  પરંતુ આ કાર્યક્રમની સુચીમાં ત્રીજી ઓગસ્ટના રોજ ગેપ રાખવામાં આવી છે તે અંગે કોઈ સ્પષ્ટતા કરવાામાં નહોતી આવી.

Facebook
Twitter
LinkedIn
Email
Telegram
WhatsApp
garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

આજ નું તાપમાન

loader-image
મેહસાણા
9:06 pm, Jan 14, 2025
temperature icon 16°C
clear sky
Humidity 38 %
Pressure 1016 mb
Wind 8 mph
Wind Gust Wind Gust: 11 mph
Clouds Clouds: 0%
Visibility Visibility: 10 km
Sunrise Sunrise: 7:24 am
Sunset Sunset: 6:13 pm

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0