ગરવી તાકાત,અમદાવાદ
અમદાવાદના નાગરીકોની સુવિધા માટે આજથી 10 સપ્ટેમ્બરથી જાહેર પરિવહન સેવાની100 ટકા સુવિધા શરૂ કરવામાં આવી હતી જાે કે પ્રથમ દિવસે જ નિયમો કિનારે મુકવામાં આવ્યા હતાં મુસાફરોએ કોઇ પણ સોશિયલ ડીસ્ટન્સ જાળવ્યું ન હતું. જેમાં બસ સ્ટેન્ડ પર ટોળેટોળા કરી ઉભા રહેલા જોવા મળ્યા હતા. લોકડાઉન દરમ્યાન AMTS અને BRTS ની સેવા સંપુર્ણપણે બંધ રહી હતી જે અનલોકમાં આંશિક રૂપે કરવામાં આવી હતી.
AMTS ચેરમેન અતુલભાઈ ભાવસારના જણાવ્યા મુજબ કેન્દ્ર અને રાજય સરકારની માર્ગદર્શિકાના સંપુર્ણ પાલન સાથે AMTS દ્વારા 650 બસો રોડ પર મુકવામાં આવશે. જયારે 50 બસો સ્પેર રહેશે. અનલોક દરમ્યાન 77 રૂટ પર 355 બસો મુકવામાં આવી હતી. 10 સપ્ટેમ્બરથી તમામ 149 રૂટ પર બસો દોડશે. તથા પૂર્વ- પશ્ચિમના નિયંત્રણ પણ દુર કરવામાં આવશે. બસમાં મુસાફરી કરતા પેસેન્જરો માટે માસ્ક ફરજીયાત રહેશે તથા બસની સીટીંગ કેપેસીટી કરતા 50 ટકા પેસેન્જરો જ લેવામાં આવશે. સ્ટેન્ડીંગ પેસેન્જર લેવામાં આવશે .
કોરોના સંક્રમણનાને રોકવા માટે AMTS અને BRTS ની બસોની પૂર્વપશ્ચિમ સેવા બંધ રાખવામાં આવી હતી તથા નિયત બસો કરતા માત્ર 50 ટકા બસો જ રોડ પર મુકવામાં આવી હતી જેના કારણે નોકરીયાત વર્ગને હાલાકીનો સામનો કરવો પડતો હતો. મ્યુનિ. કોર્પોરેશને નાગરીકોના હિતને ધ્યાનમાં લઈ 100 ટકા બસો દોડાવવા માટે નિર્ણય કર્યો છે.
લોકડાઉન અને કોરોના મહામારીના કારણે AMTS અને BRTS ની સેવા પૂર્ણ રૂપે શરૂ થઈ ન હતી લોકડાઉનની સાથે આ બંને સેવા બંધ કરવામાં આવી હતી જેને આજે સવારે 06 વાગ્યાથી રાત્રીના 11 વાગ્યા સુધી દોડાવવા માટે વિધિવત જાહેરાત કરવામાં આવી છે.