મહેસાણાના રામોસણા બ્રિજ પાસેથી 9 લાખનો દારૂ ઝડપાયું

March 5, 2022

ગરવી તાકાત મહેસાણા : સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે મહેસાણાના રામોસણા બ્રિજ પરથી ઇકબાલગઢથી અમદાવાદ લઇ જવાતો રૂ.9.83 લાખના 7774 બોટલ વિદેશી દારૂ અને બિયરના જથ્થા સાથે ચાલકને ઝડપી પાડ્યો હતો. પોલીસે કુલ રૂ.15.89 લાખનો મુદ્દામાલ કબજે લીધો હતી. કાર્યવાહી સાડા 5 કલાક ચાલી હતી.

સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ બ.કાંઠાથી ગાંધીનગર પરત જતી હતી, ત્યારે ઇકબાલગઢથી ટેમ્પો ટ્રાવેલર (જીજે 16 એયુ 0421)માં દારૂનો જથ્થો અમદાવાદ લઇ જવાતો હોવાની બાતમી મળતાં મહેસાણાના રામોસણા બ્રિજ પરથી ટેમ્પોને રોકી ચાલક શંકરલાલ હકમાલાલ રબારી (રહે. આત્મા કુવારીયા, તા.કુંભલગઢ, રાજસ્થાન)ને પકડી પૂછપરછ કરતાં દારૂનો જથ્થો અમદાવાદ લઇ જતો હોવાનું કબૂલ્યું હતું.

બ્રિજ પર અંધારું હોઇ સ્ટેટની ટીમે સ્થાનિક પોલીસની મદદ લઇ ટેમ્પો બી ડિવિઝન પોલીસ મથકે લાવી હતી. ટેમ્પોમાંથી રૂ.9,83,417નો દારૂ અને બિયર મળી આવતાં પોલીસે દારૂ, રૂ.6 લાખનો ટેમ્પો, રૂ.5 હજારનો મોબાઇલ અને રૂ.1100 રોકડ મળી રૂ.15,89,517નો મુદ્દામાલ કબજે લઇ ચાલક શંકરલાલ અને સપ્લાયર ગીરીશસિંહ વિરુદ્ધ બી ડિવિઝન પોલીસ મથકમાં ગુનો નોંધ્યો છે.

તસવિર અને આહેવાલ : નાયક અક્ષય- મહેસાણા

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0